Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

વર્ષ 2021-22માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ 57,586.48 કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન નિકાસની કિંમતના સંદર્ભમાં ૩૧.૭૧%, અમેરીકન ડોલરના સંદર્ભમાં ૩૦.૨૬% અને નિકાસના જથ્થાના સંદર્ભમાં ૧૯.૧૨% નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતે રૂ. ૪૩,૭૨૦.૯૮ કરોડ(૫,૯૫૬.૯૩ મિલિયન ડોલર)ના ૧૧,૪૯,૫૧૦ મેટ્રિક ટનના દરિયાઈ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ કરી હતી. મરિન પ્રોડક્ટ્સ એક્સ્પોર્ટ ડેવેલોપમેન્ટ ઓથોરિટીના ચેરમેનશ્રી કે. એન. રાઘવન (આઈ.આર.એસ)એ જણાવ્યું હતું કે, કોવિડ મહામારીને કારણે ઊભા થયેલા પડકારો છતાં ભારત પોતાના મુખ્ય નિકાસ બજારોમાં ૭.૭૬ બિલિયન અમેરીકન ડોલરની કિંમતના ૧૩,૬૯,૨૪૬ મેટ્રિક ટન દરિયાઈ ખાદ્ય ઉત્પાદનોની સર્વોચ્ચ નિકાસ કરવામાં સફળ રહ્યું છે. જે ભારત સરકારના વાણિજ્ય વિભાગ દ્વારા નિર્ધારિત કરેલા નિકાસના લક્ષ્યાંકોને ૯૯.૪% સુધી પુરા કરે છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ફ્રોઝન ઝીંગા રૂ.૪૨,૭૦૬.૦૪ કરોડ(૫,૮૨૮.૫૯ મિલિયન અમેરીકન ડોલર) અને જથ્થામાં ૫૩.૧૮% અને કુલ ડોલરની કમાણીના ૭૫.૧૧% હિસ્સા સાથેની સૌથી વધુ નોંધપાત્ર દરિયાઈ ઉત્પાદન રહ્યા છે. આ સમય દરમિયાન ઝીંગાની નિકાસમાં અમેરીકન ડોલરના મૂલ્યમાં ૩૧.૬૮% અને જથ્થામાં ૨૩.૩૫% નો વધારો થયો હતો.

વર્ષ ૨૦૨૧-૨૨માં ફ્રોઝન ઝીંગાની એકંદરે ૫,૮૨૮.૫૯ મિલિયન ડોલરના ૭,૨૮,૧૨૩ મેટ્રિક ટન નિકાસ આંકવામાં આવી હતી. ફ્રોઝન ઝીંગાની અમેરિકા સૌથી વધુ ૩,૪૨,૫૭૨ MT, ત્યારબાદ ચીન ૧,૨૫,૬૬૭ MT, યુરોપિયન સંઘ ૯૦,૫૪૯ MT, જાપાન ૩૮,૪૯૨ MT અને મધ્ય પૂર્વ ૩૭,૧૫૮ MTની આયાત કરે છે. વન્નામઈ(વ્હાઈટ લેગ) શ્રીમ્પની નિકાસ ૨૦૨૧-૨૨માં ૫,૧૫,૯૦૭ MT થી વધીને ૬,૪૩,૦૩૭ MT થઈ ગઈ છે. વન્નામઈ(વ્હાઈટ લેગ) શ્રીમ્પના ૫૯.૦૫% અને બ્લેક ટાઈગર શ્રીમ્પના ૨૫.૯૦% હિસ્સા સાથે અમેરિકા મુખ્ય આયતકાર બની ગયું છે. ભારતીય દરિયાઈ ખાદ્ય પદાર્થોનો યુરોપિયન યુનિયન ત્રીજો અને સાઉથ ઇસ્ટ ચોથો સૌથી મોટો આયાતકાર છે ત્યારબાદ બીજી સૌથી મોટી નિકાસ વસ્તુ રૂ. ૩,૯૩૯.૯૯ કરોડ કિંમતની, જથ્થામાં ૧૨.૯૬% અને ડોલરની કમાણીમાં ૬.૯૭%ની છે. જેની નિકાસની કિંમતમાં રૂપિયામાં ૪૩.૮% અને ડોલરમાં ૪૨.૯૪% ની વૃદ્ધિ થઈ છે. અમેરીકન ડોલરના સંદર્ભમાં અન્ય વસ્તુઓમાં સુરીમી અને સુરીમી એનાલોગ ઉત્પાદનો ૫૬.૫૫% સુધી સામેલ છે.

Advertisement

ફ્રોઝન માછલી ત્રીજી સૌથી વધુ નિકાસ થતી વસ્તુ છે, જે રૂ. ૩૪૭૧.૯૧ કરોડની કિંમતની, જથ્થામાં ૧૬.૫૫% અને ડોલરની કમાણીમાં ૬.૦૮% હિસ્સો ધરાવે છે. જેનો નિકાસના જથ્થામાં ૨૦.૪૪% અને ડોલરની કિંમતમાં ૧૭.૧૯%નો વધારો નોંધાયો છે. તેમજ ફ્રોઝન સ્ક્વિડ રૂ. ૨,૮૦૬.૦૯ કરોડના ૭૫,૭૫૦ MT, ફ્રોઝન કટલફિશ રૂ. ૨૦૬૨૬૩ કરોડ્ના ૫૮,૯૯૨ MT અને સુકી વસ્તુઓ રૂ.૧૪૭૨.૯૮ કરોડના ૭૩,૬૭૯ MTની નિકાસ થઈ હતી. આશાજનક ક્ષેત્ર માનવામાં આવતા ઠંડી વસ્તુઓની નિકાસમાં એકંદરે જથ્થાકીય રીતે ૨૩.૦૮%, કિંમતમાં ૫૩.૪૫% વૃદ્ધિ જ્યારે અમેરીકન ડોલરના સંદર્ભમાં ૧.૮૭% નો ઘટાડો નોંધાયો હતો. જીવિત વસ્તુઓની નિકાસ ૭,૦૩૨ MT સાથે દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ હતી. એકંદરે ફ્રોઝન ઝીંગા, કટલફિશ, સ્ક્વિડ, સુખી વસ્તુઓ અને અન્ય વસ્તુઓની નિકાસમાં સકારાત્મક વધારો નોંધાયો છે.

Advertisement

संबंधित पोस्ट

દુબઈ પહોંચશે મહારાષ્ટ્રના ડ્રેગન ફ્રૂટ, કેસર કેરી બાદ ડ્રેગન ફ્રૂટની નિકાસ શરૂ,ખેડૂતોને થશે ફાયદો

shantishramteam

ભારતમાં બૂલેટ ટ્રેન સેવા અંગે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો આ ખુલાસો

Shanti Shram

મુકેશ અંબાણી છે પાક્કા ગુજરાતી, ઘરના કચરાનો પણ કરે છે આ રીતે ઉપયોગ જાણી ને તમે ચોકી ઉઠશો…

shantishramteam

સરકારને મળશે માત્ર 15 હજાર કરોડ રૂપિયાની આવક, આ કામ કરશે તો GST લગાવવાની જરૂર નથી

Shanti Shram

જીતો અમદાવાદ દ્વારા બિઝનેશ બજાર એક્ઝીબિશન યોજાયું.

Shanti Shram

બિહાર, યુપી, ઝારખંડ સહિત આ રાજ્યોમાં નહીં મળે ટ્રેન ટિકિટ, આ છે મોટું કારણ

Shanti Shram