Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ઓટો મોબાઇલ

Nothing Phone 1 Price Leak, 50MP કેમેરા સાથે 12GB સુધીની મળશે રેમ, જાણો તમામ વિગતો

નથિંગ ફોન 1 આવતા મહિને લોન્ચ થવાનો છે. આ સ્માર્ટફોન 12 જુલાઈના રોજ વૈશ્વિક બજારમાં લોન્ચ થઈ રહ્યો છે. લોન્ચિંગ પહેલા બ્રાન્ડે ડિવાઇસ વિશે ખૂબ જ ચર્ચા બનાવી છે. કંપની આ સ્માર્ટફોનને ટ્રાન્સપરન્ટ રિયર પેનલ સાથે લાવી રહી છે.

ફોનમાં ઘણા દમદાર ફીચર્સ મળશે. લોન્ચ પહેલા ફોનની કિંમત અને ઘણા ફીચર્સ લીક ​​થઈ ગયા છે. ચાલો જાણીએ કે આ ફોનની કિંમત કેટલી હોઈ શકે છે.

Advertisement

કિંમત કેટલી હશે?

Nothing Phone 1 3 વેરિએન્ટમાં આવી શકે છે. લીક્સ અનુસાર, ફોન 8GB RAM + 128GB સ્ટોરેજ, 8GB RAM + 256GB સ્ટોરેજ અને 12GB RAM + 256GB સ્ટોરેજમાં આવશે. હેન્ડસેટના બેઝ વેરિઅન્ટની કિંમત $397 એટલે કે અંદાજીત 31 હજારની આસપાસ હોઈ શકે છે.

Advertisement

256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $419 એટલે કે લગભગ 32 હજાર રૂપિયા અને 12GB રેમ વેરિઅન્ટની કિંમત $456 એટલે કે અંદાજીત 36 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

આ સ્માર્ટફોન બે કલર વેરિઅન્ટમાં આવશે – બ્લેક અને વ્હાઇટ. આ ફોન ભારતમાં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટફોન ઓફલાઇન માર્કેટમાં પણ મળશે.

Advertisement

સ્પેશિફિકેશન

લીક થયેલા અહેવાલો અનુસાર, નથિંગ ફોન 1 માં 6.55-ઇંચની FHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ અને પંચ હોલ કટઆઉટ સાથે આવશે. ડિવાઇસમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 778+ 5જી પ્રોસેસર મળી શકે છે. તેમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ ઓપ્શન મળશે.

Advertisement

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.1, GPS અને NFC જેવા ફીચર્સ મળી શકે છે. ડિવાઇસ 4500mAh બેટરી સાથે આવી શકે છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ અને વાયર લેન્સ ચાર્જિંગ મળે છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોવાની શક્યતા વધુ છે.

ઓપ્ટિક્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા મળશે. જેમાં 50MP પ્રાઇમરી સેન્સર અને 16MP સેકન્ડરી લેન્સ હશે. ફોન એન્ડ્રોઇડ 12 પર આધારિત Nothing OS પર કામ કરશે.

Advertisement

संबंधित पोस्ट

ફટાફટ ખરીદી કરો! બજેટ બાદ મોંઘી થશે આ વસ્તુઓ

Shanti Shram

દિવાળી પર ખરીદો આ ટોપ 5 બાઈક, 43 હજાર સુધીની મળશે છૂટ

Shanti Shram

કારમાં ભૂલથી બીજુ ઈંધણ નંખાઈ જાય તો થઈ શકે છે ભારે નુકસાન, જાણો આ ઉપાયો

Shanti Shram

5G ટેકનોલોજી શું છે અને ક્યારે થશે ભારતમાં તેની એન્ટ્રી? માત્ર એક ક્લિક પર જાણો કેવાં-કેવાં થશે ફાયદા

shantishramteam

राशिफल 24 जुलाई: इन 5 राशिवालों के आज पूरे होंगे अटके काम, सुधरेगी आर्थिक स्थिति

Admin

18 ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહી છે નવી Alto, જાણીલો આ કારની પાંચ મુખ્ય વાતો

Shanti Shram