Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

અમદાવાદમાં કોરોનાના કેસો ફરી એક વખત 200ને પાર, એક્ટિવ કેસનો આંક વધ્યોv

અમદાવાદમાં કોરોના કેસોનો આંક ફરી વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 1000થી વધુ કોરોના કેસો શહેરમાં નોંધાયા છે. જૂન મહિનામાં 20 તારીખ આસપાસ 200થી વધુ કેસો નોંધાયા હતા ત્યારે ફરી આ પ્રકારે 200થી વધુ કેસો જોવા મળ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારની સરખામણીએ પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસોનો આંક વધુ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. લગભગ 15 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે બાકીના દર્દીઓ હોમ આઈસોલેટ થયા છે. 1 દર્દી સીરીયસ છે જેને વેન્ટીલેટર રાખવામાં આવ્યા છે. કોરોનાની આ પ્રકારે સ્થિતિ રહી તો કેસો વકરી શકે છે. કોરોના કેસો વધતા રથયાત્રામાં તંત્ર દ્વારા માસ્ક પહેરવાને લઈને આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોરોના કેસોમાં ઝોન પ્રમાણે એક જ પરીવારમાં કેસો જોવા જઈએ તો મધ્યઝોનમાં 2, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 સહીતના કેસો એવા છે કે, જેમાં પરીવારના સભ્યોને ચેપ લાગ્યો છે. જેથી આ સંક્રમણ ના વધે તે માટે આપણે જ તકેદારી રાખવી જરૂરી છે. કોર્પોરેશને પણ તકેદારીના ભાગરુપે ટેસ્ટિંગ વધાર્યું છે અને તેની સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ વધાર્યું છે જેમાં આ પ્રકારે કેસોની વિગતો સામે આવી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

ફેશન સ્ટાઇલના 8 પ્રકાર: કપડાંના વલણો માટે એક સરળ માર્ગદર્શિકા

Shanti Shram

ફટાફટ વજન ઉતારવું છે? તો રોજ પીવો કોફી, સાથે ખાસ જાણો બીજા આ ફાયદાઓ પણ

Shanti Shram

ભારે ડિમાન્ડમાં છે 24 કલાક ઓક્સિજન આપતા આ પ્લાન્ટ્સ !!!

shantishramteam

पूर्व कप्तान सौरव गांगुली के पहले कोच अशोक मुस्तफी का निधन

Admin

કોરોના સમયગાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અપનાવો આ રસ્તા

shantishramteam

જાણો શું છે ઓઈલી ત્વચાનો ઈલાજ…

shantishramteam