Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

ક્રેડિટ કાર્ડધારકો પર દેવાનો ડુંગર, દેવુ 20% વધીને રૂ. 1.54 લાખ કરોડને પાર

ભારતમાં પણ સરકારના કેશલેસ ઇન્ડિયા માટેના પ્રયાસોને કારણે હવે ક્રેડિટ કાર્ડનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. વધુને વધુ લોકો હવે ક્રેડિટ કાર્ડના વપરાશ તરફ વળ્યા છે. જો ક્રેડિટ કાર્ડના વધતા વપરાશ સામે ભારતીયોના માથે દેવું સતત વધી રહ્યું છે. એ અંગે ચોંકાવનારા આંકડાઓ અનુસાર ક્રેડિટ કાર્ડની બાકી રકમ તેમજ ક્રેડિટનો સમય પૂરો થયા બાદ બેંકોના બાકી લેણાંની રકમ મે મહિના દરમિયાન 20 ટકા વધીને રૂ. 1.54 લાખ કરોડ પર પહોંચ્યું છે.

મે મહિનામાં 17 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરાયા

Advertisement

ક્રેડિટ કાર્ડની સતત વધતી માંગને પહોંચી વળવા માટે મે મહિના દરમિયાન બેંકોએ કુલ 17 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા. બીજી તરફ મે મહિનાના અંત સુધીમાં ક્રેડિટ કાર્ડધારકો પર રૂ.1.28 લાખ કરોડનું દેવું હતું. જો કે થોડાક સમય પહેલા બેંકો દ્વારા લોનના વ્યાજદરોમાં વધારો ઝીંકાયો છે જેની અસર પણ હવે જોવા મળે તેવી શક્યતા નકારી શકાય નહીં.

મે મહિનામાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ રૂ. 1 લાખ કરોડને પાર

Advertisement

દેશમાં વધતા ક્રેડિટ કાર્ડના ચલણ પર એ વાતથી અંદાજ લગાવી શકાય કે, ભારતમાં માત્ર મે મહિનામાં જ ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ રૂ. 1.14 લાખ કરોડનો નોંધાયો હતો જે વાર્ષિક તુલનાએ 118 ટકા તેમજ માસિક તુલનાએ 8 ટકા વધારે છે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે ક્રેડિટ કાર્ડધારકોએ ઑનલાઇન ખરીદી માટે અંદાજે રૂ. 71,429 કરોડ તેમજ પોઇન્ટ ઓફ સેલ (PoS) મશીનો પર સ્વાઇપ મારફતે રૂ.42,266 કરોડનો ખર્ચ કર્યો છે. એપ્રિલ મહિનામાં ઑનલાઇન ખરીદી માટે ક્રેડિટ કાર્ડથી રૂ.65,652 કરોડ તેમજ PoS મશીનથી રૂ39,806 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

દેશની ફોરેન કરન્સી રિઝર્વમાં ત્રણ સપ્તાહના ઘટાડા બાદ ફરી વધારો

Shanti Shram

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંદી ચાલુ, માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલરની નીચે પહોંચી ગયું

Shanti Shram

ભારતમાં આર્થિક સુધારાઓનો પ્રયાસ કરનારી સરકાર, પરંતુ સર્વસહમતિ ના બનતા રોકાઇ રહ્યો છે વિકાસઃ રઘુરામ રાજન

Shanti Shram

JIo બાદ મુકેશ અંબાણીએ કોરોના વેક્સીનના ધંધામાં કર્યો પ્રવેશ, જાણો સરકારે શેની મંજૂરી આપી…

Shanti Shram

ગુગલ ક્રોમના આ અપડેટથી સર્ચિંગ અને ડાઉનલોડીંગ થશે વધુ સરળ, જાણો શું છે આ અપડેટ ??

shantishramteam

RBI ગવર્નર : શક્તિકાંત દાસે કહ્યું- મોંઘવારી અર્થવ્યવસ્થા માટે સૌથી મોટી ચિંતા

Shanti Shram