Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી ધાર્મિક

બુધવારનું રાશિ ભવિષ્ય: મેષ સહિત આ પાંચ રાશિના જાતકોની યશ-કીર્તિમાં થશે વધારો

મેષ: ગણેશજી કહે છે, આજે આર્થિક પક્ષ મજબૂત રહેશે. સાથે જ તમારા ધન, સન્માન અને યશ-કીર્તિમાં વધારો થશે. રોકાયેલું કાર્ય સિદ્ધ થશે. આજે સાંજે કોઈ મિત્ર સાથે મુલાકાત તમારા બધા બગડેલા કામો બનાવી દેશે. તેનાથી મન ઘણું પ્રસન્ન રહેશે. સાંજે પ્રિયજનો સાથે મુલાકાત થશે.
વૃષભ: ગણેશજી કહે છે, વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ સુખદ છે. રાજકીય ક્ષેત્રમાં આજે ઘણી સફળતા મળવાના યોગ છે. સંતાન પ્રત્યેની જવાબદારી પણ પૂરી થશે. પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં આગળ વધશો, રોકાયેલું કાર્ય પૂરું થશે. વ્યવસાયમાં પણ આજે તમારા માટે લાભની તક આવશે.
મિથુન: ગણેશજી કહે છે, મિથુન રાશિના જાતકોને બીજાની મદદ કરવાથી આનંદ મળે છે. આજે તમારો દિવસ પરોપકારમાં જ પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં થોડું પરિવર્તન થઈ શકે છે, તેનાથી પરેશાન થઈ સાથીઓનો મૂડ થોડો ખરાબ થઈ શકે છે. પરંતુ, તમારા સારા વ્યવહારથી વાતાવરણ સામાન્ય બનાવવામાં સફળ રહેશો.
કર્ક: ગણેશજી કહે છે, આ રાશિના જાતકો માટે આજે ગૃહપયોગી વસ્તુઓ પર ધન ખર્ચનો યોગ છે. સાંસારિક સુખભોગના સાધનોમાં વૃદ્ધિ થશે. તમારી નીચેના કર્મચારી કે કોઈ સંબંધીના કારણે તણાવ વધી શકે છે. રૂપિયાની લેણ-દેણમાં સાવધાની રાખજો, ધન ફસાઈ શકે છે.
સિંહ: ગણેશજી કહે છે, સિંહ રાશિવાળા માટે આજનો દિવસ સુખદ છે. આજે પરિવારજનો સાથે હાસ્ય-વિનોદમાં આખો દિવસ પસાર થશે. બપોર સુધીમાં કોઈ શુભ સમાચાર પણ મળશે. તે સંતાન સંબંધી પણ હોઈ શકે છે અને ભાઈ-બહેન સંબંધી પણ. પરંતુ, આજે આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.
કન્યા: ગણેશજી કહે છે, આજે વ્યાવસાયિક ક્ષેત્રમાં મનને અનુકળ લાભ થવાથી પ્રસન્નતાનો અનુભવ થશે. આજની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સુદ્રઢ હશે. વ્યવસાય પરિવર્તનની યોજના બની રહી છે તો તમને લાભ મળશે. પરંતુ, ધ્યાન રાખજો કે આ સંબંધમાં કોઈ સીનિયરોની સલાહ ચોક્કસ લેજો.
તુલા: ગણેશજી કહે છે, વ્યાવસાયિક યોજનાઓને ગતિ મળશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધ્યાન રાખજો કે આજે ઉતાવળ અને ભાવુકતામાં લેવાયેલા નિર્ણય ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સંધ્યાકાળથી મોડી સાંજ સુધી દેશ દર્શનનો લાભ લો. જરૂરતમંદ લોકોની યથાશક્તિ મદદ કરો.
વૃશ્ચિક: ગણેશજી કહે છે, વૃશ્ચિક રાશિના જાતકોને આજે કર્મોદ્યોગમાં તત્પરતાથી લાભ થશે. સ્વજનોથી સુખ, પારિવારિક મંગળ કાર્યોથી ખુશી મળશે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. પરંતુ, વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થવા પર ક્રોધ પર કાબુ રાખજો, નહીં તો વાત બગડી પણ શકે છે. આજે ઘર સંસારની સમસ્યા ઉકલી જશે.
ધનુ: ગણેશજી કહે છે, આજે ધન રાશિના જાતકોને પિતાના આશીર્વાદ તથા ઉચ્ચઅધિકારીઓની કૃપાથી કોઈ કિંમતી વસ્તુ અથવા સંપત્તિ પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે. વ્યસ્તતા વધુ રહેશે, વ્યર્થ વ્યયથી બચજો. સાંજના સમયથી લઈને રાત સુધી વાહન ચલાવવામાં સાવધાની રાખજો. પ્રિય તેમજ મહાન પુરુષોના દર્શનથી મનોબળ વધશે.
મકર: ગણેશજી કહે છે, આજે કોઈ સંપત્તિની લે-વેચ સમયે તેની બધી કાયદાકીય બાજુઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. રોકાણ કરવાનું હોય તો પણ કોઈ જાણકારની સલાહ ચોક્કસ લેજો, જેથી તમને કોઈ પ્રકારનું નુકસાન ન થાય. સાસરી પક્ષ સાથે વાદ-વિવાદનો યોગ બની રહ્યો છે. વાણી પર સંયમ રાખજો.
કુંભ: ગણેશજી કહે છે, આજે શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં ખાસ ઉપલબ્ધિના યોગ છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કાર્યક્ષેત્રમાં તમારી વાણી તમને વિશેષ સન્માન અપાવશે. પરંતુ, આજે દોડાદોડ વધારે રહેવાના કારણે મોસમની વિપરીત અસર આરોગ્ય પર પડી શકે છે, સાવચેતી રાખજો.
મીન: ગણેશજી કહે છે, આજે મીન રાશિના જાતકોનું લગ્ન જીવન આનંદદાયક વીતશે. આજે નજીક કે દૂરની સકારણ યાત્રા પણ થઈ શકે છે. વ્યવસાયમાં પ્રગતિ થવાથી મન ઘણું પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓને માનસિક બોદ્ધિક ભારથી છૂટકારો મળશે. સંધ્યાકાળે કોઈ મહત્વની જાણકારી મળી શકે છે.

संबंधित पोस्ट

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત દિપાવલી સુક્રુત સમગ્ર અમદાવાદના 100થી વધુ અપંગ પરીવારોને કીટ વિતરણ

Shanti Shram

લાઈફ સ્ટાઈલ/ યુરિક એસિડને પથરી નહીં બનવા દે આ એક પાન, આજે અજમાવી જુઓ આ રીત

Shanti Shram

આટલી મોટી આફત સામે સોમનાથ મંદિરની એક કાંકરી પણ ન ખરી

shantishramteam

બુદ્ધિસ્ટ સરકિટમાં પાંચ રાજ્યો પૈકી ગુજરાતમાં સૌથી વધુ 13 સ્થળોનો સમાવેશ કરાયો

Shanti Shram

શું તમને પણ રહે છે કબજિયાત, ગુણકારી મધ લાવી શકે છે રાહત

shantishramteam

कोरोना वैक्सीनः उत्पादन शुरू, आप तक कब पहुंचेगी वैक्सीन, पढ़ें पूरी खबर

Admin