Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત ધાર્મિક

અમદાવાદમાં બે વર્ષ બાદ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન- કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે હાજર, રથયાત્રાની આ છે તૈયારીઓ

ઓરીસ્સાની રથયાત્રા બાદ ભારતની બીજા નંબરની સૌથી ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નિકળે છે. ત્યારે રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તૈયારીઓનો ધમધમાટશરૂ કરી દેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ રથયાત્રા નિકળી રહી છે ત્યારે આ વખતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના બે દિવસ પહેલા જ કાર્યક્રમો 29 તારીખથીશરુ કરવામાં આવશે. 29 તારીખના રોજ સવારે ભગવાનનો ગૃહ પ્રવેશ તેમજ નેત્રોત્સવ વિધી કરવામાં આવશે. આ વિધીમાં મુખ્યમંત્રી પણ હાજરી આપશે. જો કે,રથયાત્રાના દિવસે વહેલી સવારે 4 વાગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહેશે. જેઓ મંગળા આરતીમાં હાજરી આપશે.ભગવાન જગન્નાથની રથયાત્રા 1 જુલાઈના રોજ સવારે 7.5 મિનિટે નગરચર્યાએ નિકળશે. રથયાત્રા વિવિધ રુટ પરથી પસાર થશે. જેમાં અમદાવાદ કોર્પોરેશન પાસે બેકલાકમાં રથયાત્રા પહોંચશે જ્યાં ભવ્ય સ્વાગત કરાશે. ત્યાર બાદ 9.45 કલાકે રાયપુર ચકલા, 10.30 કલાકે ખોડિયાર ચાર રસ્તા, 12 વાગે મોસાળ સરસપુર પહોંચશે.મામાના ઘરે વિશ્રામ કરી રથયાત્રા 1.30 કલાકે સરસપુરથી પરત ફરશે જેમાં 2 વાગે કાલુપુર, 2.30 કલાકે પ્રેમ દરવાજા અને 3.15 કલાકે દિલ્હી ચકલા પહોંચશે ત્યાંથીનિકળી રથયાત્રા 3.45 કલાકે શાહપૂર દરવાજા, 4.30 કલાકે આર.સી. હાઈસ્કૂલ, 5 વાગે ઘી કાંટા અને 5.45 કલાકે પાનકોર નાકા થઈ 6.30 કલાકે માણેકચોક અને મોડીસાંજે 8 વાગે ભગવાન નગરચર્યા કરી નીજ મંદિર પરત ફરશે. આમ બે વર્ષ બાદ વિવિધ રૂટ પર રથયાત્રા ફરશે.-

રથ પાસે 1000 જેટલા ખલાસીઓ હાજર રહેશેરથ પાસે 1000 જેટલા ખલાસીઓ હાજર રહેશે, રથયાત્રાના આગળના ભાગે 18 ગજરાજો શણગાર સાથે રહેશે આ ઉપરાંત 101 શણગારેલા ટ્રક, 30 જેટલા અખાડાઓ, 18જેટલી ભજન મંડળીઓ, 3 બેન્ડબાજા સાથે ભવ્યાતિભવ્ય રથયાત્રા નિકળશે. ખાસ કરીને દેશભરના ધાર્મિક સ્થળો જેવા કે, હરીદ્વાર, અયોધ્યા, નાસિક, જગન્નાથપુરી,ઉજ્જૈનથી આવેલા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.- 3000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 2 લાખ કિલો ઉપેર્ણનો પ્રસાદરથયાત્રામાં દર વર્ષે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ હજારોે કિલો પ્રસાદ જેમાં 3000 કિલો મગ, 500 કિલોથી વધુ જાંબુ, 300 કિલો કેરી, 400કિલો કાકડી, 2 લાખ કિલો ઉપેર્ણનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. – હેલિકોપ્ટરથી કરાશે મોનિટરીંગ145 મી રથયાત્રા બે વર્ષ બાદ ભવ્ય રીતે નિકળી રહી છે ત્યારે અમદાવાદમાં ખાસ વિવિધ સેન્સેટિવ વિસ્તારોમાં પહેલીવાર હેલિકોપ્ટર દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે. 3કલાક સુધી સતત મોનિટરીંગ કરાશે. અલગ અલગ ટીમ હેલિકોપ્ટરમાં બેસી આ નિરીક્ષણ કરશે.- પાર્કિંગ મામલે જાહેરનામું બહાર પડાયુંરથયાત્રાના આગળના દિવસે પાર્કિંગ કરાયેલા વાહનો પણ ટો કરવામાં આવશે. 30 જૂનથી 1 જુલાઈની વચ્ચે વાહનો રથયાત્રાના રૂટ પર જો મુકાશે તો ટો થઈ જશે.અમદાવાદ પોલીસ કમિશને જાહેરનામું પણ બહાર પાડ્યું છે.- કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી જનાર માટે ખાસ વ્યવસ્થારેલ્વે સ્ટેશન પર ટ્રેન પકડનારા લોકો માટે 8 બસો આ રુટ પર તહેનાત કરાશે, આ ઉપરાંત બીઆરટીએસના કેટલાક રુટ પર ઈ રીક્ષા પણ મુકાશે પ્રેમ દરવાજા, કાલુપુર સુધી 4ઈ રીક્ષા રેલ્વેસ્ટેશન સુધી તહેનાત રહેશે.

Advertisement

संबंधित पोस्ट

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું

Shanti Shram

મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા CHC શીહોરી મધ્યે ઓક્સિજનની ચાલીસ બોટલો અર્પણ કરાઈ

Shanti Shram

સુરતમાં 45+નું રસીકરણ બંધ, કોવિડ ના રસીકરણના ટોકન માટે લોકોની પડાપડી, ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા

shantishramteam

સુરતના આંગણે ૧૩-૧૩ મુમુક્ષુઓનો સમૂહ મુહુર્ત પ્રદાનોત્સવ ઉજવાયો.

Shanti Shram

અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી

shantishramteam

ગુજરાતમાં આજે થી ધોરણ 12ની શાળાઓ , કોલેજો માટેની 50% હાજરી સાથે ફરી ખુલી છે

shantishramteam