Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

કોરોનાનું સંક્રમણ યથાવત: રાજકોટ શહેરમાં ૫ દિવસથી રોજ ૧૦ કેસ નોંધાય છે

રાજકોટમાં કોરોનાનું ધીમી ગતિએ સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં રોજ 10 દસ કેસ નોંધાઇ રહ્યા છે. 5 દિવસમાં 52 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 63856 પર પહોંચી છે. તેમજ ગઈકાલે રવિવારે શહેરમાં 9 કેસ નોંધાયા હતા. આથી મનપાએ કોરોના ટેસ્ટિંગ વધારી દીધું છે. હાલ 62 દર્દી હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા છે. રવિવારે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મોટાભાગના કોરોના સંક્રમિત દર્દી હોમ આઈસોલેટ છે, શહેરના વોર્ડ નં.8ના મહિલા વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હતા છતાં સંક્રમિત થયા છે, એવી જ રીતે વોર્ડ નં.10માં બે ડોઝ લેનાર વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જોકે કેસ વધતા તંત્રએ કોરોનાનું ટેસ્ટિંગ પણ વધારી દીધું છે. શનિવારે 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં એક કેસમાં તો વેક્સિનેશન પણ કરાયું નથી. રાહતની વાત એ છે કે હજુ તમામ દર્દીઓ હોમ આઈસોલેટ છે.
આ સાથે રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 62 થઈ છે. જે નવા કેસ આવ્યા છે તેમાં આશાપુરા મેઈન રોડ, ક્રિસ્ટલ હાઈટ મવડી, ડાયમન્ડ પ્લસ માધાપર, ભગવતીપરા, ઈન્દિરા સર્કલ, કોઠારિયા સોલવન્ટ, રોયલ પાર્કનો સમાવેશ થાય છે. ગઇકાલે નવા 5 પોઝિટિવ કેસ આવ્યા હતા જ્યારે 5ને ડિસ્ચાર્જ જાહેર કરાયા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 59 અને કુલ આંક 63840 થયો છે. જે નવા કેસ આવ્યા છે તેમાં કેદારનાથથી જાત્રા કરીને પરત આવેલા 59 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. આ સિવાય વોર્ડ નં. 3 સુંદરમ સિટીમાં રહેતી 29 વર્ષની યુવતી, પરાબજારમાં રહેતો 30 વર્ષીય યુવક, લક્ષ્મીવાડીમાં રહેતા 40 અને 50 વર્ષના બે પુરુષ, આનંદનગરમાં રહેતા 44 વર્ષીય મહિલા અને પુજારા પ્લોટમાં રહેતા 36 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. ગુરૂવારે 15 કેસ નોંધાયા તે વિસ્તારોમાં મોરારિનગર વોર્ડ નં. 17, જાગનાથ પ્લોટ વોર્ડ નં. 7, પંચવટી હોલ પાસે વોર્ડ નં. 8, મવડી ગામ વોર્ડ નં. 11, અમીનમાર્ગ, સુંદરમ સિટી માધાપર, આલાપ એવન્યુ વોર્ડ નં. 10, બેડીપરા, રામધામ સોસાયટી વોર્ડ નં. 11, રામેશ્વર પાર્ક વોર્ડ નં. 13, જંક્શન પ્લોટ, વર્ધમાનનગર માધાપર, શ્યામનગર વોર્ડ નં. 1, ગૌતમનગર વોર્ડ નં. 1, બાબરિયાનો સમાવેશ થાય છે. બુધવારે 17 કેસ નોંધાયા તે વિસ્તારોમાં લક્ષ્મીવાડી વોર્ડ નં.14, કેવડાવાડી વોર્ડ નં.14, ગાંધીગ્રામ વોર્ડ નં.1, દ્વારકેશ પાર્ક વોર્ડ નં.1, સરસ્વતીનગર વોર્ડ નં.11, આમ્રપાલી ફાટક વોર્ડ નં.2, સ્વાતિ સોસાયટી વોર્ડ નં.18, અમીન માર્ગ વોર્ડ નં.8, શ્રીમદ્ સોસાયટી વોર્ડ નં.2, રત્નમ સોસાયટી વોર્ડ નં.3, મોટી ટાંકી ચોક વોર્ડ નં.7, બાબરિયા વોર્ડ નં. 17, મેઘાણીનગર વોર્ડ નં.17નો સમાવેશ થાય છે.

संबंधित पोस्ट

બનાસકાંઠાના ધાનેરા ખાતે BSF દ્વારા આયોજીત સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

Shanti Shram

IIT હૈદરાબાદે બનાવી બ્લેક ફંગસની દવા, જાણો 60 mg ની શું છે કિંમત???

shantishramteam

દાદીમાની આ સરળ રસોઈ ટિપ્સ તમારા ભોજનને ચપટી વગાડતા જ સ્વાદિષ્ટ બનાવશે…

Shanti Shram

AHNA સેક્રેટરીનું રાજીનામું : સંકટ સમયે તંત્ર દ્વારા હોસ્પિટલોને મદદ ન મળે તો મારું પદ શું કામનું, દર્દીઓને કેવી રીતે બચાવીએ

Shanti Shram

જાણો સારા સ્વાસ્થ્ય માટે શું કહે છે ચાણક્ય નીતિ ?

shantishramteam

શું ધુમ્રપાન અને તમાકુના સેવનથી કોરોનાનું જોખમ વધી શકે છે ?

shantishramteam