



ભાવનગર બાસ્કેટબોલ લીગ 2જી જુલાઈથી શરૂ થશે 850 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું 4 કેટેગરીમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં 512 મેચ રમાશે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ બીજી જુલાઈથી ભાવનગર બાસ્કેટબોલ લીગ દ્વિતીય સિઝનની શરૂઆત કરાવવામાં આવશે. જુદી જુદી ચાર કેટેગરીમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં 512 મેચ રમાડવામાં આવનાર છે. ભાવનગર ખાતે બાસ્કેટબોલની 3 ઓન 3 પદ્ધતિ પ્રમાણે આ અનોખા નિયમો સાથે ભાવનગર બાસ્કેટબોલ લીગની પ્રથમ સીઝન સફળતાપૂર્વક રમાડવામાં આવી હતી. પ્રથમ સિઝનમાં 512 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, ગત સિઝનની સફળતાને ધ્યાનમાં રાખીને દ્વિતીય સિઝન માટે અવનવા આકર્ષણો નો સમાવેશ કરવામાં આવેલો છે. 001 સિઝન માટે 850 ખેલાડીએ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જેમાંથી 128 ખેલાડીઓ ભાઈઓમાં તથા 128 ખેલાડીઓ બહેનોમાં પસંદગી પામ્યા છે. દરેક ટીમમાં 4 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર બાસ્કેટબોલ લીગ માં અંડર 14, 16, 19 અને સીનિયર કેટેગરીમાં ભાઈઓ તથા બહેનોની ટીમોનો સમાવેશ કરવામાં કેટેગરીમાં ભાઈઓ તથા બહેનોની ટીમોનો સમાવેશ કરવામાં આવેલો છે. ક્રિકેટની આઇપીએલની જેમ ભાવનગર બાસ્કેટબોલ લીગ ની તમામ ટીમોને ભાવનગરના અગ્રગણ્ય ઔદ્યોગિક જૂથો દ્વારા પ્રાયોજિત કરવામાં આવેલી છે.