Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

રસ્તા અને વિજળી એ માનવીની પ્રગતિનું પ્રથમ પગથીયું: મંત્રી પૂર્ણેશ મોદી

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે દેડીયાપાડા, સાગબારા અને ગરૂડેશ્વર તાલુકાઓના અંદાજે રૂ. ૧૫.૮૦ કરોડની રકમના કુલ-૪ મુખ્ય પૂલોના ખાતમુહૂર્ત દરમિયાન મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે આદિવાસી દિકરી રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ હોદ્દાની ઉમેદવારી માટે પસંદગી પામે તે સમગ્ર આદિવાસી સમાજ માટે સન્માન અને ગૌરવની વાત છે. તેના થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વને અનોખો સંદેશો પાઠવ્યો છે. દેડીયાપાડા બાદ બીજા તબક્કામાં ગરૂડેશ્વર તાલુકાના જેતપુર ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા જેતપુર પીંછીપુરા રોડ પરના રૂ. ૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારા પુલનું ખાતમુહૂર્ત અને રૂ. ૧.૩૯ કરોડના ખર્ચે વેલછંડી એપ્રોચ રોડ તથા મીઠીવાવ વાંઝણીતાડ બખ્ખર રોડના રિસર્ફેસિંગના લોકાર્પણ પ્રસંગે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગરૂડેશ્વર એ ભારતવર્ષનું ઐતિહાસિક સ્થળ છે. ત્યારે અહીંના વિસ્તારમાં વસતા આદિવાસી અને ગરીબ પરિવારના લોકો પણ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી ઝુંબેશમાં રસ્તાની પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. રસ્તા અને વિજળી એ માનવીની પ્રગતિનું પ્રથમ પગથીયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકાર દ્વારા ગરીબ લોકો કેવી રીતે સમૃદ્ધ થાય તે દિશામાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ગામેગામ રસ્તાઓ બનતા ટ્રાન્પોર્ટેશનની સુવિધા પણ વધી છે. જેનાથી અંતરિયાળ વિસ્તારના ખેડૂતો પોતાની ખેત પેદાશોને દૂર-સુદૂર સુધીના વિસ્તારોમાં પહોંચાડતા થયા છે તેમ વધુમાં ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

કોંગ્રેસની એકતાનો મોટો સવાલ હજુ બાકી ?

Shanti Shram

મુખ્યમંત્રી બદલવાના છે એ ટોચના નેતાઓને ખબર નહોતી – ગેનીબેન ઠાકોર

Shanti Shram

સ્વામી રામદેવ વિરૂદ્ધ ની અરજીમાં દિલ્હી મેડીકલ એસોસિએશનને હાઇકોર્ટે કહ્યું, “વિવાદ નહી, ઈલાજ પાછળ ધ્યાન આપો”

shantishramteam

ભાભર મધ્યે શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જોગમાયા સુથારડી લેક (તળાવ)નું લોકાર્પણ યોજાયું.

Shanti Shram

દીઓદર જી.આઈ.ડી.સી.ની બેઠક યોજાઈ …બહુમાન કરાયા

Shanti Shram

દાહોદ : ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત જિલ્લાના લાભાર્થી નાગરિકો સાથે મહાનુભાવોએ કર્યો સંવાદ

Shanti Shram