



દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI પોતાના ગ્રાહકોના બેન્કિંગ અનુભવને વધુ બહેતર બનાવવા તેમજ તેઓને અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે હંમેશા પ્રયાસરત રહે છે. તે ઉપરાંત ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત બેંક પોતાના ગ્રાહકોને અનેક ડિજીટલ સેવાઓ પણ પૂરી પાડે છે. પહેલા જ્યારે ડિજીટલનો જમાનો ન હતો ત્યારે લોકોએ પોતાના ખાતામાં રહેલા બેલેન્સને ચેક કરવા માટે લાંબી કતારોમાં ઉભુ રહેવું પડતું હતું અને ત્યારબાદ બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવ્યા પછી બેંક બેલેન્સ જાણી શકાતું. પરંતુ હવે આજના ડિજીટલ યુગમાં તમારે બેંકમાં જવાની પણ જરૂર નથી. તમે હવે ઘરે બેઠા બેઠા માત્ર આંગળીના ટેરવેથી પણ બેલેન્સ જાણી શકો છો. આજે અમે આપને SBI દ્વારા બેલેન્સ જાણવા માટે પૂરી પડાતી સુવિધાઓ વિશે જણાવીશું.આ રીતે બેંક બેલેન્સ ચકાસોATM મારફતે બેંક બેલેન્સ જાણોતમે SBI ATM મશીન દ્વારા પણ તમારા ખાતામાં રહેલું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમે તમારા ડેબિટ કાર્ડને ATM મશીનમાં સ્વાઇપ કરો, 4 નંબરનો પિન દાખલ કરો અને બેલેન્સ જાણો.નેટ બેન્કિંગથી બેલેન્સ જાણોતમે SBI નેટ બેન્કિંગની સુવિધાથી બેલેન્સ જાણી શકો છો. તેના માટે તમારે નેટ બેન્કિંગ ID અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર રહેશે. નેટ બેન્કિંગથી બીજી માહિતી પણ મેળવી શકશો.બેલેન્સ ચકાસવા SBI YONO યૂઝ કરોતે ઉપરાંત SBIની મોબાઇલ બેન્કિંગ એપ SBI YONO દ્વારા પણ તમે ખાતામાં જમા રકમ વિશે જાણી શકશો.ટોલ ફ્રી નંબરતે ઉપરાંત મતે તમારા રજીસ્ટર્ડ નંબર પરથી ટોલ ફ્રી નંબર 09223866666 પર કોલ કરીને બેલેન્સ ચેક કરી શકો છો.