Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

જુલાઇ મહિનાથી નોકરીયાત વર્ગના કામના કલાકોમાં થશે મોટો ફેરફાર, ટેક હોમ સેલેરીમાં પણ ફેરફાર થશે

જૂન મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે જુલાઇ મહિનાથી નોકરીયાત વર્ગ માટેના શ્રમ કાયદામાં નવા ફેરફાર અમલી બની શકે છે. વાસ્તવમાં, સરકાર જુલાઇના પ્રારંભથી નવા લેબર કોડને અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે. નવા લેબર કોડ લાગૂ થવાથી ટેક હોમ સેલેરી, કામના કલાકો સહિતના કેટલાક નિયમોમાં ફેરફાર થઇ શકે છે. તેની સાથે સાથે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડમાં અપાતું યોગદાન પણ બદલાશે. નવા સુધારેલા વેતન ધારા હેઠળ ઘણા ફેરફારો થશે. તેનાથી કર્મચારીઓના કામના કલાકો તેમજ પીએફ યોગદાનમાં વધારો થશે, પરંતુ બીજી તરફ હાથમાં આવતો સેલેરી એટલે કે ટેક હોમ સેલેરી ઘટી શકે છે. જો કે માત્ર 23 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોએ વેજ કોડ હેઠળના નિયમો તૈયાર કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. નવા કાયદા અનુસાર પોતાને ત્યાં કામના કલાકો 8 કે 9 કલાકથી વધારીને 12 કલાક કરી શકે છે. જો કે, તેની સામે કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસની રજા પણ આપવાની રહેશે. આ નવા લેબર કોડથી એક સપ્તાહમાં કામ કરવાના દિવસો ઘટીને ચાર થઇ જશે. નવા વેતન ધારા અનુસાર દર સપ્તાહે કામના કુલ કલાક 48 જ રહેશે. આ ઉપરાંત કર્મચારીઓને દર મહિને હાથમાં મળતા પગારમાં પણ ફેરફાર થશે. નવા વેજ કોડ પ્રમાણે બેઝિક સેલેરી કુલ માસિક પગારના ઓછામાં ઓછા 50 ટકા રહેશે. આ નવા લેબર કોડના અમલીકરણથી ખાસ કરીને ખાનગી સેક્ટરના નોકરીયાત વર્ગને ટેક હોમ સેલેરીમાં ફેરફાર થશે.

Advertisement

संबंधित पोस्ट

एक अगस्त से होने जा रहे हैं ये बदलाव, खत्म हो रही है इन कार्यों की समयसीमा, आपके लिए जानना जरूरी

Admin

તમે પણ SBIના ગ્રાહક છો ? તો આ રીતે ખાતામાં રહેલું બેલેન્સ ચકાસો

Shanti Shram

દીઓદરમાં અમર હોટલનો શુભારંભ

Shanti Shram

રાજકોટ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે લીડ બેંક દ્વારા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે

Shanti Shram

અત્યારે ફક્ત આ Coin માં ૧૦૦૦ રૂપિયા Invest કરો .

Shanti Shram

નવી કારકિર્દીઓ ઘડવા ઈચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ સબીતા માણેક, જાણો એમને શું અને કેવી રીતે મેળવ્યું ?

Shanti Shram