



આગામી મહિનાથી નાની બચત યોજનાઓ (SSC) પર વ્યાજ દર 0.5 થી 0.75 ટકા વધી શકે છે. સરકાર આ મહિનાના અંત સુધીમાં આ અંગે નિર્ણય લેશે. આ સાથે, આ યોજનાઓમાં વધુ રોકાણકારો આવી શકે છે અને સરકારને વધુ વ્યાજ ચૂકવવા માટે વધારાના ઋણ લેવાની જરૂર ઓછી પડશે.તેના પરના વ્યાજ દરો છેલ્લા 2 વર્ષથી (એપ્રિલ, 2020) બદલાયા નથી. રેટિંગ એજન્સી ઈકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આ યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. કારણ કે સરકારી સિક્યોરિટીઝના વ્યાજદરમાં વધારો થયો છે.આ કારણે સરકારે આપવું પડશે વધુ વ્યાજICICI બેંકના ચીફ ઇકોનોમિસ્ટ સમીર નારંગનું કહેવું છે કે સરકાર બજારમાંથી જે ઉધાર લે છે તેના પર 7 ટકાથી વધુ વ્યાજ હોય છે. આવી સ્થિતિમાં તેણે નાની બચત યોજનાઓ પર વધુ વ્યાજ ચૂકવવું પડશે. નાની બચત યોજનાઓમાં, સુકન્યા સમૃદ્ધિ યોજના પર સૌથી વધુ વ્યાજ મળે છે, જે 7.6 ટકા છે.0.5થી 0.75 % સુધી વધી શકે છે વ્યાજઅર્થશાસ્ત્રીઓનું માનવું છે કે નાણા મંત્રાલય આવતા મહિનાથી આ યોજનાઓના વ્યાજ દરોમાં 0.5 થી 0.75 ટકાનો વધારો કરી શકે છે. ICICI બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી સમીર નારંગનું કહેવું છે કે સરકારના ટ્રેઝરી બિલનું એક વર્ષનું વ્યાજ લગભગ 6.23 ટકા છે.