



રાજકોટ મહાનગરપાલિકાએ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 12માં મવડી વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત કરી હતી. આખરે તે માટે તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂરી થયા બાદ ટેન્ડર બહાર પાડ્યું છે જેમાં અંદાજિત બાંધકામ ખર્ચ 19.80 કરોડ બતાવ્યો છે. સ્પોર્ટસ કોમ્પલેક્સનો થ્રીડી વ્યૂ તેમજ વિગતો જાહેર કરાઈ છે જે મુજબ ત્રણ જગ્યાએ રમતો રમાશે જેમાં ખુલ્લા મેદાનમાં કોર્ટ પર 4 રમતો, પહેલા માળે 1200 પ્રેક્ષકો સમાઈ શકે તેટલું વિશાળ સ્ટેડિયમ તેમજ રમતો માટે કોર્ટ બનશે. પહેલા માળે શૂટિંગ રેન્જ તેમજ ચેસ કેરમ અને જીમ રહેશે. ખુલ્લા મેદાન, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે અલગ-અલગ રમતો રમાશે આવું હશે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ 11831 ચો.મી. પ્લોટનું ક્ષેત્રફળ 9500 ચો.મી. બાંધકામ ક્ષેત્રફળ 10 મીટર આર્ચરી હોલ (મહિલા અને પુરુષોમાં અલગ-અલગ) 06 બેડમિન્ટન કોર્ટ બનશે પાર્કિંગ, બે ટેનિસ કોર્ટ, એક બાસ્કેટ બોલ કોર્ટ, એક વોલીબોલ કોર્ટ, સ્કેટિંગ રિંગ ગ્રાઉન્ડ ફ્લોર:એડમિનિસ્ટ્રેશન એરિયા, વેઈટિંગ એરિયા, 1200 લોકોની ક્ષમતાનું ઈન્ડોર સ્ટેડિયમ, 6 બેડમિન્ટન કોર્ટ, એક મલ્ટીગેમ કોર્ટ, સ્કવોશ હોલ જેમાં બે કોર્ટ, છ ટેબલ ધરાવતો ટેબલ ટેનિસ હોલ, 10 મીટર આર્ચરી હોલ (મહિલા અને પુરુષોમાં અલગ-અલગ) પહેલો માળ:મહિલા અને પુરુષો માટે અલગ જીમ (21X8 મી.), મહિલા અને પુરુષો માટે અલગ યોગ હોલ (20×8 મી.), 28×8 મીટરની બે શૂટિંગ રેન્જ , 14×8 મીટરના ચેસ-કેરમ માટે બે હોલ.