Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
પર્યાવરણ

દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત અને નવસારી તેમજ  જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત અને નવસારી તેમજ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં કુલ 66 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો જેમાથી 39 તાલુકા એવા હતા કે જ્યારે અડધાથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે સૌથી વધુ માત્ર બે કલાકમાં જ નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામાં 4 અને ડાંગના સુબીર તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે આ તાલુકાના વિસ્તારોમાં થોડો સમય માટે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય સુરતના ઓલપાડ તાલુકામાં 2 ઈંચ, જુનાગઢના મેંદરડા અને ભરૂચના અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો યથાવત્ રહેતા દિવસે સાંજના 6 વાગ્યા સુધીમાં ડાંગ જિલ્લાના સુબીર ખાતે સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. મેઘ જમાવટનો સિલસીલો સમગ્ર જિલ્લામાં રહેતા વિસ્તારની તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે તેમજ ઝરણાંઓ પણ વહેતા થયા છે. ડાંગના અન્ય વિસ્તારોમાં આહવામાં 31 મી.મી., વઘઈ 20 અને સુબીરમાં સૌથી વધુ 85 મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે મોંડી સાંજથી સુરત શહરે તેમજ નવસારીમાં પણ વરસાદનો ધીમી ધારે આરંભ થયો હતો. જેમાં નવસારીના ચીખલી તાલુકામાં સાજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. આ બે કલાકમાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો હતો. શુક્રવારે સવારે રાજ્યના એકપણ તાલુકામાં વરસાદ નહોતો. મોટાભાગના તાલુકાઓમાં બપોરે 2 વાગ્યા પછી વરસાદ વરસવાનો શરૂ થયો હતો.

Advertisement

संबंधित पोस्ट

ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કલોલ ખાતે ઔષધ વનમાં વૃક્ષારોપણ કરાયું. આયુષ નિદાન સારવાર કેમ્પને દીપપ્રાગટય કરીને ખુલ્લો મુકાયો.

Shanti Shram

તાપી જિલ્લામાં વ્યારાના પનિયારી ખાતે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિનથી મનરેગા યોજના હેઠળ વનીકરણ ઝુંબેશનો શુભારંભ

Shanti Shram

ઉત્તરાખંડમાં જોશી મઠ તો ગુજરાતમાં અમદાવાદ અને દરીયાકાંઠના વિસ્તાર ઘસી જવાનું જોખમ

Shanti Shram

વરસાદની સિઝનમાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, ખર્ચો થશે સાવ ઓછો

Shanti Shram

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

Shanti Shram

વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ:  ‘હાર્ટ્સ એટ વર્ક’ ફાઉન્ડેશનના સ્થાપક વિરલ દેસાઈની ત્રણ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિની અનોખી સેવા

Shanti Shram