Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા રોકાણકારો માટે મોટા સમાચાર, 1 જુલાઇથી ક્રિપ્ટો પર આટલો TDS કપાશે

જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. દેશના આવકવેરા વિભાગ દ્વારા ડિજીટલ એસેટ્સ માટે ટીડીએસ કપાતને લઇને કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનું અમલીકરણ 1 જુલાઇથી થશે. આ હેતુસર ફાઇનાન્સ એક્ટ 2022માં આઇટી એક્ટમાં કલમ 194 એસ દાખલ કરવામાં આવી છે. વર્ચ્યુઅલ ડિજીટલ એસેટ્સ અથવા ક્રિપ્ટોકરન્સીની વાર્ષિક 10,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર 1 ટકા TDS કપાત અંગે છે. આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસએ 21 જૂને આઇટી નિયમોમાં કેટલાક સુધારા જાહેર કર્યા હતા. આ સુધારા ફોર્મ 16QE અને ફોર્મ 16Eમાં ટીડીએસ રિટર્ન સંબંધિત છે. નોટિફિકેશન અનુસાર કલમ 194S અંતર્ગત કાપવામાં આવેલા TDSને 30 દિવસની અંદર જમા કરાવવાનો રહેશે. જે મહિનામાં ટીડીએસ કપાશે તે મહિનાના અંત સુધીમાં એટલે કે 30 દિવસની અંદર ટીડીએસ જમા કરાવવો અનિવાર્ય છે. ટીડીએસ તરીકે કપાયેલા આ કર ફોર્મ 26QEમાં જાહેર કરાશે. ફોર્મ 26QE ભરવા માટે શરત એવી છે કે તમારે વર્ચ્યુઅલ ડિજીટલ એસેટના ટ્રાન્સફરની તારીખ, VDAની વેલ્યૂ તેમજ VDAની ચૂકવણી મોડની વિગતો પણ ભરવાની રહેશે. ચૂકવણી રોકડ રીતે કરવામાં આવી હોય અથવા અન્ય VDA સાથે અદલાબદલી કરાઇ હોય, તો આ દરેક જાણકારીનો ઉલ્લેખ ફોર્મ 26QEમાં કરવાનો રહેશે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં રોકાણ માટેના પરંપરાગત સ્ત્રોત ઉપરાંત ક્રિપ્ટોમાં રોકાણનો પણ મોટા પાયે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ભારતમાં પણ કરોડો ક્રિપ્ટો યૂઝર્સ છે ત્યારે સરકારે આ બજેટ 2022-23માં ક્રિપ્ટો એસેટ્સ પર આવકવેરાનો નિયમ લાગુ કર્યો હતો. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શનથી નફો થાય તો 30 ટકા આવકવેરો, સેસ અને સરચાર્જની વસૂલાત કરવામાં આવી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

પાયલટની અછત વચ્ચે વધુ એક એરલાઇન શરૂ થશે, સરકાર તરફથી મળ્યું NOC

Shanti Shram

સુરત ડાયમંડ એક્સ્પો-૨૦૨૨ : ‘કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોએ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા

Shanti Shram

ગુજરાતી બિઝનેસમેનનું વિદેશમાં રોકાણ: ઈઝરાયેલના બંદર પર ગૌતમ અદાણીનો કંટ્રોલ, સૌથી મોંઘી બોલી લગાવી ખરીદ્યું હાઈફા પોર્ટ

Shanti Shram

મિશેલે બે અધિકારીઓ માટે 92 લાખની એર ટિકિટ ખરીદી હતી

Shanti Shram

Coronavirus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યએ જાહેર કરી નવી ગાઇડલાઇન, 30 નવેમ્બર સુધી આ ચીજો રહેશે બંધ

Shanti Shram

हफ्ते के आखिरी दिन गिरावट के साथ खुले शेयर बाजार, RIL और HDFC के शेयर टूटे

Admin