Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

કોરોના કાળમાં બે વર્ષ ‘ક્વોરેન્ટાઇન’ રહ્યા બાદ જગતના નાથ નગરચર્યા કરશે : મોડાસા રથયાત્રાનો રૂટ લંબાયો

ઉત્તર ગુજરાતમાં ભવ્યાતીભવ્ય રથયાત્રા મોડાસા શહેરમાં યોજાય છે જેમાં ખુદ ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો પણ આતુરતા પૂર્વક આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે વૈશ્વિક મહામારી કોરોનાની આડ અસર ધાર્મિક પર્વો અને પરંપરા ઉપર પણ પડી હતી. ભગવાનને પણ રથયાત્રામાં સતત બે વર્ષ ક્વોરેન્ટાઇન રહેવું પડયું હતું ત્યારે આ વખતે ભક્તોના દર્શન માટે ભગવાન બહાર પરિભ્રમણ કરશે.મોડાસાની 40 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી અષાઢીબીજે એટલે કે, તા.૧લી જુલાઇના રોજ પરંપરાગતરીતે રથયાત્રા નિકળશે. રથયાત્રા સમિતિએ રથયાત્રા રૂટ અંગે પોલીસતંત્રને જાણ કરી દીધી છે મોડાસા શહેરમાં 6 કિલોમીટરથી લાંબી રથયાત્રા નીકળવાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મોડાસામાં યોજાનારી રથયાત્રાના રૂટ અંગે રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિલીપ ભાવસારે જાણકારી આપી હતી.

મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિલીપ ભાવસારના જણાવ્યા અનુસાર, 40 મી રથયાત્રાનો રૂટ લંબાવામાં આવ્યો છે .ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા સવારે 11 કલાકે બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન કરી સગરવાડા મહાકાળી મંદિર થી સરસ્વતી બાલમંદિર મોડાસા ચાર રસ્તા પર બપોરે પહોંચશે ત્યાંથી મેઘરજ રોડ ઉમિયા માતાજીના મંદિર થી ડી પી રોડ થઇ માલપુર રોડ પરથી ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ અને કડિયાવાડા-ભાવસારવાડા હોળી ચકલા જૂની નગરપાલિકા પરબડી ચોક થી જૈન દેરાસર થી સાંજે 7 વાગે નીજ મંદિર પરત પહોંચશે 30 તારીખે ઓધારી માતાજી મંદિરે ભગવાન જગન્નાથનું મોમેરૂ ભરવામાં આવનાર છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ભક્તોને રથયાત્રામાં જોડાવવા આહવાન કર્યું હતું

Advertisement

કોરોનાને કારણે ધાર્મિક પરંપરા પર પણ આડઅસર થતી હતી લોકડાઉનમાં મંદિરોને પણ તાળા વાગી ગયા હતા ત્યારે રોગચાળો વકરે નહીં તે માટે રથયાત્રા પણ બંધ રાખવામાં આવી હતી. સામાન્યરીતે અષાઢી બીજે રથમાં સવાર થઇને ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા બહાર નિકળતા હોય છે પરંતુ કોરોનાને કારણે સતત બે વર્ષ રથયાત્રા બંધ રાખવી પડી હતી.

રથયાત્રા સમિતિએ રૂટ અંગે પોલીસ અને તંત્રને જાણ કરી દીધી છે મોડાસા શહેરમાં આ વખતે પરંપરાગત રૂટ તેમજ મેઘરજ રોડ થી ડીપી રોડ અને માલપુર રોડ ઉપર 6 કિલોમીટર લાંબી રથયાત્રા નિકાળવાનો નિર્ધાર પણ સમિતિએ કરી દીધો છે. જે માટે રથને પણ સજ્જ કરવામાં આવી રહ્યો છે.ત્યારે કોરોનાને કારણે બે વર્ષ ક્વોરેન્ટાઇન રહ્યા બાદ આ વખતે એટલે કે, તા.૧લી જુલાઇને અષાઢી બીજે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે રથમાં સવાર થઇને નગરની ચર્યા કરશે તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.

Advertisement

संबंधित पोस्ट

पार्श्व-प्रेम विहार धाम – जयपुर का भव्य उद्घाटन

Shanti Shram

આદ્યશક્તિ ધામ અંબાજીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૩૩ ગરીબ વંચિત પરિવારોને પોતીકા આવાસ માટે મળી વિનામૂલ્યે જમીન

Shanti Shram

ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્ય ના ગૃહરાજ્યમંત્રી શ્રીના ગૃહાંગણે પૂજ્ય ભક્તિયોગાચાર્ય યશોવિજયસુરીજી મ.સા. આદીઠાણાના પગલાં

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૨-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

પોંડીચેરી મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અરવિંદ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં 118 જેટલા આરાધકોએ ઉપધાન તપની માળ પહેરી

Shanti Shram