



1) Article Content: બારડોલી: મે વેકેશન દરમ્યાન BAPS સ્વામિનારાયણ મંદિર સાંકરીના સત્સંગી બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમ્યાન કુલ 5346 વ્યક્તિઓએ વ્યસન છોડવાનો નિયમ લીધો હતો. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવના ઉપક્રમે મે મહિનામાં બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાનાં 172 બાળકોએ ભાગ લીધો હતો. બાલિકાઓ દ્વારા પ્રાકૃતિક સંવર્ધન અભિયાનનું આયોજન થયું હતું. જેમાં 32 બાલિકાઓ જોડાઇ હતી. આ રીતે વેકેશન દરમ્યાન બાળકો તથા બાલિકાઓ દ્વારા સામાજિક તથા રાષ્ટ્રીય સેવા થઈ હતી. આ બાલ બાલિકાઓનો અભિવાદન સમારોહ સ્વામિનારાયણ મંદિર સાંકરી ખાતે યોજાયો હતો. આ વિશિષ્ટ સભામાં બાળકોના વાલી અને બારડોલીના 50 હોમગાર્ડ પોલીસ જવાનોએ હાજરી આપી હતી. 50 હોમગાર્ડ જવાનો વ્યસન મુક્ત થયા હતા. સાંકરી મંદિરના સંત પૂ. પુણ્ય દર્શન સ્વામીની હાજરીમાં વ્યસન મુક્ત થવાનો સંકલ્પ કર્યો હતો. બાળકોએ 7339 વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. 5346 વ્યક્તિઓએ વ્યસન છોડવાનો નિયમ લીધો હતો. બલિકોએ 4895ઓનો સંપર્ક કર્યો હતો. જેમાં 3892એ પ્રાકૃતિક સંવર્ધન માટેનો નિયમ લીધો હતો.