Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

યોગ ક્ષેત્રે રાભડા ( લાઠી ) ગામને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતા ઉર્જાવાન યોગ કોચ જયદિપ ભાઈ ચૌહાણે ઈંડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું મેડલ પ્રાપ્ત કર્યો.

યોગ ક્ષેત્રે રાભડા ( લાઠી ) ગામને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતા ઉર્જાવાન યોગ કોચ જયદિપ ભાઈ ચૌહાણે  ઈંડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું મેડલ પ્રાપ્ત કર્યો.                           અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના રાભડા ગામના ૨૭ વર્ષીય ઉર્જાવાન યોગ કોચ જયદીપ ભાઈ ચૌહાણે યોગ ક્ષેત્રે સતત કાર્યશીલ રહીને લોકોને યોગ તરફ વાળીને જાગૃત કરી કરો યોગ રહો મસ્તના સૂત્રને સાર્થકતા અપાવી ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માનનીય શ્રી હિમાંશુભાઈ પંડ્યા સાહેબ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ સર અને યુનિવર્સિટીના પ્રિન્સિપાલો ની હાજરીમાં જયદિપ ભાઈ ચૌહાણને ઈંડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ,મેડલ અને ઓળખકાર્ડ આપવામા આવતા માત્ર એક હજારની વસ્તી ધરાવતા રાભડા ગામને ગૌરવ અપાવતા ઉર્જાવાન યોગકોચ જયદિપ ભાઈને ભારત ભરમાથી અભિનંદન મળી રહ્યા છે

. આ ગૌરવવંતી ક્ષણો થી યોગ ક્ષેત્રે વધુ કાર્યરત રહીને વધુને વધુ લોકોને યોગમય બનાવવા દ્રઢ સંકલ્પ કરેલ છે. આજે અમરેલી જીલ્લાના યોગવિરો એ અને તેમના માતા – પિતાએ  પણ આ ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત કરવા બદલ જયદિપ ભાઈને આશીર્વાદ આપ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાતમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાઇ રસી?

shantishramteam

સાધાર્મિક ઉત્થાન – એક અનોખુ અનુષ્ઠાન જૈન એલર્ટ ગ્રુપ દ્વારા સાધાર્મિક ઉત્થાનનો અનોખુ અનુષ્ઠાન

Shanti Shram

અમદાવાદ : IPL મેચ માટે AMTS અને BRTS દ્વારા વધારાની બસો દોડાવાશે 

Shanti Shram

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા ૯ ઓક્સિજન PSA પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

Shanti Shram

ચૂંટણીપંચની મોટી જાહેરાત, દેશમાં આ તારીખે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, આ તારીખે પરિણામ જાહેર થશે

Shanti Shram

સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ.

Shanti Shram