



જૂનાગઢના પરબ ધામ ના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાતાં મહોત્સવને લઇ તારીખ ૧લી જુલાઈ ના રોજ સવારે સાડા સાત કલાકે પૂજ્ય બાપુના હસ્તે ધ્વજ આરોહણ બાદ ખુલ્લો મુકવામાં આવશે જો કે માનવ મહેરામણ તો તારીખ ૩૦ જૂનથી શરૂ થઈ જશે સવારે પૂજા યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે આવનાર ભાવિકો ને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે આશરે ૧૦ હજારથી વધુ સ્વયંસેવકો બે દિવસ સુધી સેવા આપશે સંતો માટે રહેવાની પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મહોત્સવની સાથે ધ્વજારોહણ યોગ્ય મહાઆરતી સંતવાણી લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે આમ પરબધામ નો મેળો ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સમો બની રહેશે હાલ દરરોજ ૧૦૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ભોજન પ્રસાદ માટે મહાકાય પાંચ રસોડાઓ તૈયાર કરવામાં આવ્યા છે 3000 કાઉન્ટર મુકાયા છે એક પંગતે એક લાખ લોકો બેસીને પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ખાદ્યસામગ્રી લાવવા લઈ જવા માટે ટ્રેકટરનો ઉપયોગ થશે