Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

જીવલેણ બનેલ બલેશ્વર થી કડોદરા હાઈ વે પર ઓવરબ્રિજ મુદ્દે ફરી લડત શરુ

સુરત જિલ્લામાં જીવલેણ બનેલ પલસાણાના ચલથાણ નજીક હાઈ વે મુદ્દે ફરી લડત શરૂ થઈ છે. માર્ગ મકાન દ્વારા સને 2017 માં ગ્રાન્ટ  ફાળવાયા બાદ પણ હજુ કામ ચાલુ નહીં થતા સ્થાનિક આગેવાનો એ લડત શરૂ કરી છે. અને તાકીદે કામ નહીં શરૂ થાય આંદોલનની ચીમકી ઉચ્ચારી છે…

 

Advertisement

સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ પલસાણા તાલુકો ગણાય છે. અને આ પલસાણા તાલુકા ના ચલથાણ ત્રણ રસ્તા નજીક હાઈ વે પર ટ્રાફિક સમસ્યા વક્રી રહી છે. તો બીજી હાઈ વે પર બલેશ્વર થી કડોદરા માર્ગ પર અને ખાસ કરી ને ચલથાણ નજીક અનેક નિર્દોષોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે  આ સમસ્યા  નિવારણ માટે સને 2017 ની સાલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા સરકાર માંથી છ લેનનો હાઈ વે માટે 246 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.

 

Advertisement

પરંતુ એ વાત ને પણ 5 વર્ષ વીતી જવા છતાં હજુ કામ ચાલુ થયું નથી. લોકોની માંગણી મુજબ બલેશ્વર, ચલથાણ, કરણ નજીક ઓવરબ્રિજ તેમજ સર્વિસ રોડ તાકીદે બનાવવામાં આવે. પરંતુ આ બાબતે કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિક આગેવાનોએ તંત્રને તેમજ બારડોલી ધારાસભ્ય સહિત આગેવાનોને ફરિયાદ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

 

Advertisement

હાલની સ્થિતિ મુજબ ચલથાણ નજીક નેશનલ હાઈ વે નમ્બર 48 પર છાસ વારે ટ્રાફિક જામ ના પણ દ્રશ્યો અહીં સર્જાય છે. જેથી અહીં ઓવરબ્રિજ અને સર્વિસ રોડ બનાવી સમસ્યાનો ઉકેલ આવે એ માંગ સાથે આસ પાસ ના 12 થી વધુ ગામના સરપંચો એ લડત ઉપાડી છે. અને નજીકના દિવસોમાં કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને હાઈ ચક્કાજામની પણ ચીમકી આપવામાં આવી છે.

Advertisement

संबंधित पोस्ट

પાલિકા ની ચાલાકી… સીધું નહીં તો આડકતરી રીતે લોકડાઉન…

shantishramteam

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ prince ashokraje gaekwad school ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

Shanti Shram

જાફરાબાદના આરોગ્ય સ્ટાફ બહેનોને અમરેલી ખાતે કુપોષણના દરને ઘટાડવા માટે અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેનિંગ અપાઈ …

Shanti Shram

દાહોદમાં મોડી સાંજે 1 કલાક માં સવા બે ઇંચ વરસાદ

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નું સન્માન કરી રહ્યા છે

Shanti Shram

દીઓદર ભારત વિકાસ પરિષદ દ્વારા મામલતદારશ્રીનું સન્માન કરાયું

Shanti Shram