Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

સિહોર શહેરમાં હમણાંથી રસ્તે રઝળતા ઢોરનો આતંક વધ્યો છે.અનેક વિસ્તારો ઢોરવાડામાં ફેરવાયા હોય એમજ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. આથી છાસવારે આખલા યુદ્ધથી લોકો ભયભીત બની ગયા છે.

સિહોર શહેરમાં હમણાંથી રસ્તે રઝળતા ઢોરનો આતંક વધ્યો છે.અનેક વિસ્તારો ઢોરવાડામાં ફેરવાયા હોય એમજ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. આથી છાસવારે આખલા યુદ્ધથી લોકો ભયભીત બની ગયા છે. તેમાંય આજે સિહોરના ટાણા ગામે આખલાનું યુદ્ધ થયું હતું લાંબા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે ખાસ કરીને સિહોરમાં આખલાઓના કારણે લોકોની હાડમારી વધી છે. જા હેર રોડ કે રહેણાક વિસ્તારમાં બેસેલા કે ઉભેલા રખડતા ઢોર વચ્ચે કચારે લડાઈ થાય તે નક્કી જ નથી હોતું. ગમે ત્યારે આખલા યુદ્ધ થાય છે. આ ખૂટીયાઓ જાહેરમાં લડી ઝઘડી પડીને ટ્રાફિકને બાનમાં લઈ ભારે આંતક મચાવે છે. તેમજ વાહનોને અને લોકોને પણ નુકશાન પહોંચાડે છે. આખલા યુદ્ધને કારણે લોકોના જીવ પણ ગયાના બનાવો બન્યા છે. દરમિયાન ખુટિયાઓએ હદ કરી નાખી છે આજે ટાણા ગામે બે ખુટિયાઓએ દંગલ મચાવ્યું હતું અને બજ્ઞે ખુટિયાઓએ આ જાહેર રોડ પર સમાસમા શિંગડા ભરાવીને દંગલ મચાવતા બસ્ટેન્ડ વિસ્તારમાં નાસભાગ મચી હતી જેથી લોકો ભયભીત બની ગયા હતા.

संबंधित पोस्ट

બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી

Shanti Shram

બનાસબેંકની ચૂંટણી પણ બીનહરીફ થવાના એંધાણ

Shanti Shram

અમદાવાદમાં યોજવામાં આવ્યો વિદ્યાગુરુ એવોર્ડ કાર્યક્રમ, 20 જેટલી શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ એનાયત 

Shanti Shram

રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, ઈન્ટર્ન તબીબો માટે સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો

Shanti Shram

૧ લી એપ્રિલ થી અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ માં વધારો, જાણો શુ છે ભાવ

shantishramteam

વરાછા વિસ્તારની મંજુર થયેલ સાયન્સ કોલેજની મુલાકાત આજરોજ કિશોર કાનાણી એ લીધી

Shanti Shram