Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

મોદી સાહેબ દિલ્હી પહોંચે તે પહેલાં વડોદરામાં રખડતા ઢોરો ફરી રસ્તા પર જોવા મળ્યા

વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓના શિલાન્યાસ તેમજ લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડમાં તેઓની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના ભાગરૂપે છેલ્લા ૧૮ દિવસથી વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ થી આજવા રોડ તરફ ના માર્ગની કાયાપલટ કરી દેવામાં આવી હતી ઠેર ઠેર સુશોભન અને વૃક્ષારોપણ કરી વિસ્તારને અલકાપુરી જેવો પોશ વિસ્તાર બનાવી દેવાયો હતો. વર્ષોથી રખડતી ગાયો માટે પ્રચલિત આજવા રોડ ૧૮ દિવસથી ઢોર મુક્ત બની ગયો હતો. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પૂરી થઇ અને તેઓ દિલ્હી પહોંચે તે પહેલા ફરીવાર ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડ પર રખડતા ઢોરોની એન્ટ્રી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય વડોદરા શહેરના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડના શણગાર જોઈને સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ થતા હતા કે આજવા રોડ પર અલકાપુરી જેવું ફીલ મળી રહ્યું છે. જોકે આ ક્ષણિક ફીલિંગ મોદી સાહેબના દિલ્હી પહોંચ્યા પહેલાં જ ચકનાચૂર થઈ છે

Advertisement

संबंधित पोस्ट

ભારત સરકારની કેબિનેટ માં ફેરફાર ? કોને મળશે ચાન્સ

Shanti Shram

અમિત શાહ:જરા પણ ચિંતા ન કરતા તમારી સમસ્યાઓનું લિસ્ટ મારી જોડે છે.

shantishramteam

ઠાકરે સરકાર માટે અમારે કઈ કરવાની જરૂર નથી : અમિત શાહ

shantishramteam

સુરતમાં ફાયર સેફટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી

Shanti Shram

સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સની જાહેરાત, રક્ષાબંધને ડોક્ટરો-અધ્યાપકોને ભેટ…

shantishramteam

ગુજરાતમાં આસાનીથી દારુ મળી રહ્યો છે, આ પહેલા પણ ગુજરાતમાં દારુ કાંડ થયા છે – કેજરીવાલ

Shanti Shram