Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

પાલિકાની રેકડી ધારકો વિરોધી નીતિ સામે સામાજીક કાર્યકરની મુખ્યમંત્રીને રજૂઆત

પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ખાણી-પીણીની રેકડી ધારકોને ફૂડઝોનમાં રેકડીઓ રાખી ધંધો કરવાની સૂચના આપવામાં આવી છે. પોરબંદર શહેરમાં છેલ્લા બે વર્ષથી નાના-મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને નગરપાલિકાના સાશકો વખતો વખત હેરાન પરેશાન કરે છે તેવા આક્ષેપો સાથે પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરી હતી અને વહેલી તકે અંગત રસ લઇ પોરબંદરના પ્રમુખ, ચિફ ઓફિસરને તાત્કાલીક જરૂરી સૂચના આપે જેથી રેકડી ધારકો પોતાની વ્યવસાય ટકાવી શકે.
પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા એવી જાહેરાત કરી હતી કે શહેરમાં હરતી ફરતી રેકડીઓને ચોપાટી ખાતેના ફૂડઝોનમાં સ્થળાંતર કરવામાં આવશે. તેમ છતાં જે કોઇ રેકડી ધારકો રસ્તા પર રેકડી રાખશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાના આ નિર્ણયને લઇને ટકેટકનું રળીખાતા નાના ધંધાર્થીઓની ઉંઘ ઉડી ગઇ છે. ત્યારે શહેરીજનોએ સવાલો ઉઠાવ્યા છે કે ટ્રાફિક સમસ્યા માટે રેઢિયાળ ઢોળ પણ એટલાજ જવાબદાર છે. પાલિકા રેઢિયાળ ઢોરનો ત્રાસ દુર કરતી નથી. પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ મુખ્યમંત્રીને લેખીતમાં રજુઆત કરી છે કે પોરબંદર શહેરમાં છેલ્લા બે વર્ષથી નાના મધ્યમવર્ગના ગરીબ પરિવારોને નગરપાલિકાના શાસકો સખત હેરાન પરેશાન કરે છે અને એક યા બીજા કારણોસર પજવણી કરે છે. મહા નગરપાલિકાના વિસ્તારો જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ જેવા શહેરોમાં લારી-ગલ્લા ધારકો ગમે ત્યાં લારી-ગલ્લા ઉભા રાખી પોતાનો ધંધો કરી શકે છે. મહા નગરપાલિકા વિસ્તારોમાં અને એરિયા પોરબંદરમાં સ્થાનીક સ્વરાજની સંસ્થાના શાસકો શા માટે ગરીબ લારી-ગલ્લા વારાને પજવણી કરે છે. અમારા ગામમાં કોઇ મોટા ઉધ્ોગો નથી કે જે પોરબંદરને રોજગારી આપી શકે. પોરબંદરમાંજ કેમ પોતાનું પેટીયું રળતા લોકોને તેમના પેટ ઉપર લાત મારવામાં આવે છે. તેવા આક્ષેપો સાથે સામાજીક કાર્યકરે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા બે દિવસ પુર્વે એક જાહેર નોટીસ પણ બહાર પાડી હતી જેમાં એવું જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારમાં જાહેર જગ્યા પર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે શહેર પોરબંદર-છ્યાાં નગરપાલિકા વિસ્તારના જુદી જુદી જગ્યાએ ખાણી-પીણીની રેકડીઓ ઉભી રહેતી હતી તે તમામ ખાણીપીણીની રેકડીઓ દ્વારા વેપાર ધંધો કરનારને યોગ્ય સારી સુવિધાવારી જગ્યા મળી શકે તે હેતુથી શહેર પોરબંદરમાં ચોપાટી પાસે એસ.ટી. બસ સ્ટેન્ડવાળા જાહેર રોડ પર ટુરિસ્ટ બંગલા પાસે આવેલ હાથી ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી જગ્યામાં ફૂડઝોન બનાવવામાં આવેલ છે અને તે જગ્યાને ફરતી દિવાલો કરી ભોયતળિયાના ભાગે હેલોપેવર બ્લોક ફાળવવામાં આવેલ છે. ખાણીપીણીની રેકડીથી વેપાર ધંધો કરનારને પોતાની ખાણીપીણીની રેકડી આ જગ્યાએ રાખવાની જાહેર નોટીસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરંતુ પોરબંદરના સામાજીક કાર્યકરે રેકડી ધારકોની સમસ્યાને લઇને મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે વર્ષોથી આ રેકડી ધારકો શહેરમાં ધંધો કરે છે. પરંતુ હવે ચોપાટી ખાતે મુકવાની સૂચનાથી ખાણીપીણીના રેકડી ધારકોને મુશ્કેલી થશે. જેથી નગરપાલિકાના ચિફ ઓફિસર તથા પ્રમુખને સૂચના આપવામાં આવે તેવી માંગ સામાજીક કાર્યકરે કરી હતી.

Advertisement

संबंधित पोस्ट

નરેન્દ્ર મોદી આવશે અમદાવાદ સાથે આવશે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ

Shanti Shram

મમતા બેનર્જી બંગાળના લોકોની ભલાઈ માટે પીએમને પગે લાગવા તૈયાર

shantishramteam

પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા બનાસકાંઠા માં

Shanti Shram

મનસુખ માંડવિયા,આરોગ્ય મંત્રી કેરલ અને આસામની મુલાકાત લેશે

shantishramteam

PM મોદી સાથે જમ્મુ કાશ્મીર ના નેતાઓની બેઠક અગાઉ જમ્મુમાં મહેબૂબા મુફ્તી એ કર્યું વિરુદ્ધ પ્રદર્શન

shantishramteam

How can you eat bats and dogs’: Shoaib Akhtar ‘really angry’ over coronavirus outbreak

Admin