Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

 તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી  તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર રેઢીયાળ બની ગયું છે દર્દીઓ હેરાન થઈ રહ્યા

તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર રેઢીયાળ બની ગયું છે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. ખુલ્લી ગટર અને તૂટેલા રસ્તાઓને કારણે દર્દીઓ મચ્છરના ત્રાસથી રાત્રે સુઈ પણ શકતા નથી અને આ સમસ્યાઓ દૂર કરવા માટે હોસ્પિટલનું તંત્ર અને પીઆઈયુ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ પ્રશ્ને તાકીદે પગલા ભરવામાં ન આવે તો દર્દીઓ અને તેના સગાઓએ આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે. હોસ્પિટલની ખુલ્લી ગટરો અને તૂટેલા રસ્તાના પ્રશ્ને હોસ્પિટલના તંત્રવાહકોએ જણાવ્યું છે કે આ અંગેનું કામ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ એટલે કે પીઆઈયુ દ્વારા કરવાનુ હોય છે. રસ્તા માટે પહેલી તારીખથી જ જગ્યા ખાલી કરી આપવામાં આવી છે. પણ 17 દિવસમાં બાદ પણ પરિસ્થિતમાં ફેર નહીં પડતા ચોમાસામાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે. બીજીબાજુ PIU તંત્ર હોસ્પિટલ દ્વારા પુરતો સહકાર નહીં અપાતો હોવાની ફરિયાદ કરી રહ્યું છે. બે તંત્ર વચ્ચેના ઝઘડતી વચ્ચે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે દર્દીઓએ ઉહાપોહ મચાવતા રસોડાની તૂટેલા પાઈપ રિપેરીંગ કરવા હાથ ધરાયું છે.

Advertisement

संबंधित पोस्ट

શાંતિશ્રમ સમાચાર તાઃ ૦૪-૦૪-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા ગુજરાતના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં યાત્રિકોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણો

Shanti Shram

વરાછા વિસ્તારની મંજુર થયેલ સાયન્સ કોલેજની મુલાકાત આજરોજ કિશોર કાનાણી એ લીધી

Shanti Shram

રૂમમાં બંધ ૩ વ્યક્તિઓનો ચીફ ફાયર ઓફિસરે બચાવ્યો જીવ.

shantishramteam

કાંકરેજના થરા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો.

Shanti Shram

“સુરત મહાનગરપાલિકા અને સચિન ટેક્ષ્ટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ વેલ્ફેર આસોસિએશનના જનભાગીદારી દ્વારાટર્શરી ટ્રીટેટ વેસ્ટ વોટર પૂરુ પાડવા પ્રકલ્પ નું ઉદ્ઘાટન

Shanti Shram