Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

વરસાદ ખેંચાતા પશુઓ માટેનો લીલો ઘાસચારો થયો મોંઘો વલભીપુર પંથકમાં માત્ર 10 મી.મી.વરસાદથી ખેડૂતોમાં નિરાશા હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો : પશુધનની માવજત કરવી મોંઘી થઇ વલભીપુર પંથકમાં

વરસાદ ખેંચાતા પશુઓ માટેનો લીલો ઘાસચારો થયો મોંઘો વલભીપુર પંથકમાં માત્ર 10 મી.મી.વરસાદથી ખેડૂતોમાં નિરાશા હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો : પશુધનની માવજત કરવી મોંઘી થઇ વલભીપુર પંથકમાં પશુઓ માટેનો લીલા ઘાસચારાના ભાવમાં દૈનિક રીતે ભાવ વધતા હોય જેને લઇ માલઘારીઓની હાલત કફોડી બનતી જાય છે. વલભીપુર પંથકમાં ત્રણ દિવસ પહેલા 10 મી.મી.વરસાદ પડેલ હતો અને વરસાદના આગમન સાથે ખેતી માટે ખેડુતોમાં અને પશુઓ માટે માલધારીઓમાં હરખની હેલી ઉભી થઇ હતી. પરંતુ વલભીપુર પંથકમાં પિયત થતી ખેતીનું પ્રમાણ ખબુ ઓછુ છે. તેને લઇ ઉનાળા દરમ્યાન પશુઓ માટેનો લીલો ઘાસચારાનું વાવેતર પણ પશુઓની સંખ્યા કરતા ઓછા પ્રમાણમાં થાય છે. તેને લીધે લીલાઘાસના ભાવ પ્રતિ વર્ષ રૂ.5 થી 10 નો વઘારો જોવા મળે છે. જો વરસાદ સમયસર ન થાય તો પંથકમાં આ ઘાસચારો મળતો નથી અને ઘાસ વેચતા વેપારીઓ દ્વાર આસપાસના તાલુકાઓમાંથી આઇસર ટેમ્પા દ્વારા છુટક અથવા તો જથ્થા બંધ પ્રતિ 20 કિલો મુજબ રૂ.70 થી 80 ના ભાવ પ્રમાણે માલધારીઓને વહેચે છે. ના ભાવ પ્રમાણે માલધારીઓને વહેચે છે. ઉનાળાના આરંભમાં લીલા સાસટીયાનો ભાવ 20 કિલોના રૂ.65 હતો જે ઉનાળાના મધ્યાંતરે રૂ.70 થયો હતો. અને હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો છે. જેમાં જે તે સ્થળે થી માલધારીનાં નેસ સુધી પહોંચતો કરવા માટે વાહનભાડુ અલગથી ચુકવવું પડે છે. આવી પરિસ્થિતી વચ્ચે માલધારીઓને પશુધન સાચવું મુશ્કેલ ભર્યું બન્યુ છે. ત્રણ વર્ષમાં ભાવ વધતા ગયા ઉનાળા દરમ્યાન પશુઆને લીલુઘાસનું નિરણ કરવું જરૂરી છે પણ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી લીલાઘાસનો ભાવ વધતો જાય છે. ત્રણ વર્ષ પહેલા વીસ કીલોનો ભાવ રૂ.55 થી 60 હતો. પછીના વર્ષે ભાવ રૂ.60 થી 65 થયો અને ચાલુ વર્ષે વીસ કીલોનો ભાવ રૂ.70 થી શરૂ થયો જે હાલમાં રૂ.80 સુધી પહોંચી ગયો છે.એક ગાયને રોજનું 10-15 કિલો અને ભેંસને 1520 કિલો પ્રમાણે ઘાસની જરૂરીયાત રહે છે.

Advertisement

संबंधित पोस्ट

તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Shanti Shram

વાગડ સમુદાય ના ગરછાધિપતી પ.પૂ. આ. શ્રી કલાપ્રભસૂરીશ્ર્વરજી ” કાળધર્મ ” પામ્યા. જય જય નંદા.. જય જય ભદ્દા…

Shanti Shram

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દ્વારકાની મુલાકાતે: કાલે કરશે રાજકોટમાં આધુનીક સાયબર ક્રાઇમ સેન્ટરનું ઇ-લોકાર્પણ

Shanti Shram

સો મણનો સવાલ: PM મોદીએ લોકડાઉનને કેમ ગણાવ્યો અંતિમ વિકલ્પ ? શુ કોરોનાથી બચવા લોકડાઉન એકમાત્ર ઉપાય ? સરકાર ન કરી શકી તે હાઈકોર્ટ કરશે ?

Shanti Shram

હિલ સ્ટેશન જેવો નજારો ગુજરાતના માંડણ ગામમાં પ્રવાસીઓના એન્ટ્રી પર પ્રતિબંધ

shantishramteam

ડ્રોન ટેકનૉલોજીના ઉપયોગથી ખેડૂતોના ખેતરમાં નેનો યુરિયા છંટકાવ કરવાની પહેલ રાજ્ય શરૂ કરશે : CM

Shanti Shram