Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ગામેગામવાવણીની મૌસમખિલી છે, કૃષિપાક લેવા સમયની કિંમત હોય છે ત્યારે સિહોર સાથે જિલ્લાના ખેડૂતોના અન્ય પ્રશ્રોમાં ઉમેરો કરતો ડીઝલની કૃત્રિમત

જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ગામેગામવાવણીની મૌસમખિલી છે, કૃષિપાક લેવા સમયની કિંમત હોય છે ત્યારે સિહોર સાથે જિલ્લાના ખેડૂતોના અન્ય પ્રશ્રોમાં ઉમેરો કરતો ડીઝલની કૃત્રિમતંગીનો પ્રશ્ન સર્જાતા ભુમિપુત્રોની ઉપાધિ વધી છે. ડીઝલની પડતર ઉચી થતા નફો મળે તો જ વેચાણ વધારતી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ ડીલર્સને શોર્ટ સપ્લાય કરાઈ રહ્યો છે. ડીલર્સો જણાવે છે કે આ અંગે કંપનીઓમાં ફરિયાદ કરીએ તો ઉપરથી સૂચના છે તેમ કહીને કોઈ કારણો અપાતા નથી. ભાવનગર સહિત એકબાજુ વિજળીના પ્રશ્નો બીજી બાજુ ઈંધણ મોંઘુ અને હવે ઉભી કરેલી અછત, ટ્રેક્ટર ચલાવવા જરૂરી છે ડીઝલ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે જેમાં ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની જરુરિયાત રહેતી હોય છે ટ્રેક્ટરમાં ઈંધણ પૂરાવવા લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે અને સમયની બરબાદી થાય છે જેની માઠી અસર ખેતીવાડીના કામપર થઈ રહી છે. એક તરફ, વિજળી દરો અને વિજથાંભલાના પ્રશ્નો, પાકવિમો, ખાતર બિયારણ મોંઘા, તેની ગુણવત્તાની ચકાસણી નહીં, કેનાલની બાકી મરમ્મત, ચેકડેમો જર્જરિત સહિતના પ્રશ્નો છે ત્યારે વાવણીમાં ડીઝલની કૃત્રિમ અછતના પ્રશ્નનો ઉમેરો થયો છે.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં થયો ઘટાડો, પરંતુ પોઝિટિવિટી દર હજી પણ રહ્યો સરખો !!!

shantishramteam

સીએમની અધ્યક્ષતમાં કેબિનેટ બેઠક શરુ થઈ, લઠ્ઠાકાંડ સહીતના મુદ્દાઓ પણ થશે ચર્ચા

Shanti Shram

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, જાણો ક્યા શહેરમાં સૌથી ઓછું તામાન નોંધાયું

Shanti Shram

શ્રી સિમંધર સ્વામી જૈન સંઘ ઘાટલોડીયા અમદાવાદના આંગણે શ્રી સિમંધર સ્વામી ભાવયાત્રા યોજાયેલ.

Shanti Shram

વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કિશોર ચૌહાણ દ્વારા વિધવાઓને તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું

Shanti Shram

સુરતમાં લેવાઈ રહી છે અંતિમવિધિના નામે લાંચ, જાણો વિગતો…..

shantishramteam