



બારડોલી : ભારત તેમજ વિશ્વ માંથી ઉત્તરાખંડ ખાતે યોજાતી ચાર ધામ યાત્રા અર્થે શ્રધ્ધાળુ ઓ આસ્થા થી જતા હોય છે. આ ચાર ધામ યાત્રાએ જનાર યાત્રાળુ ઓને કોઇ અગવડ ના સર્જાય તે હેતુસર ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રાળુ ઓના રજિસ્ટ્રેશન ની ખાસ વ્યવસ્થા નિયત કરવામાં આવેલ છે. જેના માટે વેબસાઇટ જાહેર કરવામાં આવી છે. આ વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in/ અને Tourist Care Uttarakhand(Android /IOS) મોબાઇલ એપ્લીકેશન અને ટોલ ફ્રી નંબર ૦૦૧૩૫૧૩૬૪ ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ગુજરાત રાજય માંથી પણ અસંખ્ય લોકો ચાર ધામ યાત્રાએ જતા હોય છે. ચાર ધામ યાત્રાએ જતા તમામ યાત્રાળુઓ ભારત સરકારની ઉકત સુવિધાનો લાભ લઇ શકે તે હેતુ સર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ચાર ધામ યાત્રાએ નીકળે તે જ હિતાવહ છે. જેથી તાપી જિલ્લાની જાહેર જનતાને ચાર ધામ યાત્રાએ જવા પહેલા ઉપરોક્ત વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવવા આર. આર. રાવલ, ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.