Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
કોરોના ગુજરાત

ગુજરાત રાજ્યમાં કોરોના થયો અનસ્ટોપેબલ, 200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસ અનસ્ટોપેબલ થતો જાય છે. દિવસે ને દિવસે કેસોમાં ઘટાડાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના વાયરસના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં 200થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયાના કોઈ સમાચાર નથી. કોરોનાની સારવાર બાદ વાયરસને હરાવી રાજ્યમાં 117 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 26 હજાર 940 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. ગુજરાતમાં નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા 1102 પહોંચી ગઈ છે, જેમાં 3 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ 99.02 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત અમદાવાદ શહેરમાં 114 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 26, સુરતમાં 20, રાજકોટમાં 14, જામનગરમાં 7, સુરત ગ્રામ્યમાં 6, નવસારીમાં 5, ભરૂચમાં 4, ગાંધીનગર જિલ્લામાં 8, વડોદરા ગ્રામ્ય 4, આણંદ 3, મહેસાણા 3, વલસાડ 3, અમદાવાદ ગ્રામ્ય 2, અમરેલી 2, કચ્છમાં 2, મોરબીમાં 2 કેસ સામે આવ્યા છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો છે.

संबंधित पोस्ट

મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા CHC શીહોરી મધ્યે ઓક્સિજનની ચાલીસ બોટલો અર્પણ કરાઈ

Shanti Shram

અફઘાનિસ્તાનથી 150 ભારતીયોને લઈને આવેલું એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું…

shantishramteam

હોસ્પિટલના 200 કર્મચારીઓ પગાર ન આપતા હોવાનો કર્યો ખુલાસો

shantishramteam

કચરા માંથી મળી જાય છે હીરા !!!સુરત શહેર અજાયબ છે અને તેની વાતો પણ અજ્બ ગજબની છે.

shantishramteam

આ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટતા આ 5 જિલ્લાઓમાં લાગુ કરાયુ સંપૂર્ણ લૉકડાઉન…

shantishramteam

ગુજરાતમાં 10 દિવસમાં એક પણ મોત નહીં, 300થી પણ ઓછાં કોરોનાના એક્ટિવ કેસ

shantishramteam