Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
કોરોના

શું ફરી પાછો આવશે કોરોના ? સુરત જીલ્લામાં ૬ કેસ કોરોનાના કેસ નોંધાયા

સુરત જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું હોય તેમ કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવસોથી કોવિડ પોઝિટિવ કેસ નોધાઈ રહ્યાં છે. નવા કેસ નોંધાતા લોકોમાં ભય ઉભો થયો છે . આજરોજ ફરી 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી સતત પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા માસ્ક પહેરવા કે સોસિયલ ડિસ્ટન્સ જાળવવા ફરજ પાડે એ જરૂરી બન્યું છે. બુધવારના રોજ 4 પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગુરુવારના રોજ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં સૌથી વધુ કેસ બારડોલીમાં 3 નોંધાયા હતાં. જેમાં એક જ ગામના બે દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં કુલ 42850 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે આજરોજ 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 42273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ જિલ્લામાં 18 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાગ્રસ્ત તમામ 18 દર્દીઓને હોમઆઈસોલેશન કર્યાં હાવોનું જાણવા મળેલ છે.

संबंधित पोस्ट

આ દેશમાં વર્ષ પછી માત્ર 1 જ કેસ આવતા આખું શહેર બંધ, 1.1 કરોડ લોકોના કરાશે કોરોના ટેસ્ટ…

shantishramteam

દિલ્હીમાં લોકડાઉન 7 દિવસ લંબાવાયું, જાન હૈ તો જહાં હૈ : કેજરીવાલ

shantishramteam

કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી, આજથી શરુ થશે સુનાવણી…

shantishramteam

બ્લેક, વ્હાઇટ અને યલો ફૂગ બાદ હવે આ રાજ્યમાં લીલી ફૂગનો પ્રથમ કેસ સામે નોંધાયો

shantishramteam

દીઓદરમાં આજથી ત્રણ દિવસ લોકડાઉન… દિયોદર શહેરમાં સેનેટાઈઝેશન કરાયું

Shanti Shram

PM Modi ડોક્ટર્સ સાથે વાત કરતા ખુબ ભાવુક થયા,જાણો એમણે શું કહ્યું?

shantishramteam