Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

રાજ્યમાં તાલુકા મથકે ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવા સરકાર ની વિચારણા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી નાં કન્વેન્શન હોલ ખાતે બુધવારે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમા કેન્દ્ર સરકાર જ્યારે સુશાસન નાં 8 વર્ષ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ માં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ યોજના નાં લાભાર્થી ઓ સાથે સંવાદ કરી ને તેમને મળેલાં લાભો જાણવા નો પ્રયત્ન કર્યો હતો. સંવાદ કાર્યક્રમ માં સરકાર ની 13 ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે પૈકીના દરેક યોજનાના બે લાભાર્થી ઓ સાથે આરોગ્યમંત્રી એ સીધો સંવાદ કર્યો હતો. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક તાલુકા માં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની હવે વિચારણા કરી રહી છે. 8 વર્ષમાં સરકારે નવા આયામો સર કર્યા છે. અને વિકાસને વેગ આપ્યો છે. દેશનાં વડાપ્રધાન ગુજરાતને હંમેશા આગળ રાખે છે. ગરીબ અને જરૂરીયાતમંદની સેવા એ જ સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા રહી છે. કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, કિશોરભાઈ મહેશ્વરી કલેક્ટર સહિતના હાજર હતા.

Advertisement

संबंधित पोस्ट

વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળ્યા, કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે

Shanti Shram

મોરબી : CM દ્વારા રૂ.2.47 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું વર્ચ્યુઅલ ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું  

Shanti Shram

ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો મહત્વપૂર્ણ નિર્ણય

Shanti Shram

દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાયેલ સાઇકલ રેલીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રસ્થાન કરાવ્યું 

Shanti Shram

CMએ રાજ્યની 3 નગરપાલિકાઓમાં આગવી ઓળખના વિકાસ કામો માટે ૧૦.૩૬ કરોડના કામોને મંજૂરી આપી

Shanti Shram

વંદે ગુજરાત વિકાસ યાત્રા ઉમરગામના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી, 132 લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

Shanti Shram