Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા વધુ 79 કોરોનાના કેસો વધ્યા, સતર્કતા વધુ જરૂરી

અમદાવાદ શહેરમાં ગઈકાલે કોરોનાનું સંક્રમણ વધતા ફરી પાછો કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો. શહેરમાં કોરોનાના સંક્ર્મણ વધતા ગઈકાલે વધુ 79 કેસો નોંધાયા હતા. કેસો વધવાની સાથે જ સંક્ર્મણ વધવાની શક્યતા વધારે રહેશે. શહેરના નદીપાર વિસ્તારમાં સખત સંક્ર્મણ વધતું હોવાથી કોરોનાના કેસો વધી રહ્યા છે.

અમદાવાદમાં પશ્ચિમ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કુલ વીસથી વધુ કેસ અને છેલ્લા 12 દિવસમાં જ 569 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં એપ્રિલ અને મેં મહિનાના વેકેશનના સમયમાં લોકો ખુબ જ બહોળી સંખ્યામાં રાજ્ય બહાર ફરવા માટે ગયા હતા. આ કારણેથી જૂન મહિનાની શરૂઆતથી જ કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

Advertisement

અમદાવાદમાં પહેલી જૂન થી 12 જૂન સુધીમાં કોરોનાના કુલ મળીને 569 કેસ નોંધાયા છે અને કોરોનાનું સંક્ર્મણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. જો કે હોસ્પિટલમાં સારવાર અર્થે દાકહલ દર્દીઓની સંખ્યામાં પ્રમાણમાં ઓછી છે. આ બાબતને હળવાશમાં લઇ શકાય નહીં. ગુજરાત રાજ્યમાં કોરોના કેસો વધવાની સાથે ચોથી લહેરની શરૂઆત થઇ ગઈ છે. હવે જો અમદાવાદમાં લોકો ધ્યાન નહીં રાખે તો ફરીથી ચોથી લહેર ગંભીર રૂપ ધારણ કરશે.

અમદાવાદમાં માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોરનાની ગાઇડલાઇન પ્રમાણે તકેદારી રાખવી પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે અને કોરોના કેસો વધવાની સાથે સાથે વિવિધ જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરુ કરી દીધી છે. અમદાવાદમાં હાલ ST, રેલવે, પર ચોવીસ કલાક RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક ઉપરાંત બહારના રાજ્યોમાંથી અમદાવાદ પરત આવી રહેલા લોકો કોરોના પોઝિટિવ બની રહ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

1 હજારથી વધુ લોકોની અવરજવર હોય તેવા સ્થળોએ CCTV લગાવાશે

Shanti Shram

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત દિપાવલી સુક્રુત સમગ્ર અમદાવાદના 100થી વધુ અપંગ પરીવારોને કીટ વિતરણ

Shanti Shram

બનાવતી રેમડેસીવીર ઈન્જેકશન લેતા એક વ્યક્તિનું મોત !!!

shantishramteam

જમ્મુ અને કાશ્મીર ની નાની બાળકીની ક્યૂટ ફરિયાદની થઇ અસર, ઓનલાઈન ક્લાસના ટાઈમ થયા ફિક્સ

shantishramteam

બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા.

Shanti Shram

हफ्ते के आखिरी दिन गिरावट के साथ खुले शेयर बाजार, RIL और HDFC के शेयर टूटे

Admin