Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ઓટો કાર

ઇલેક્ટ્રિક સેગમેન્ટને કબજે કરવા માટે તૈયાર Tata Motors, 6 એપ્રિલે આવશે નવી કાર, પ્રથમ ટીઝર રિલીઝ

Upcoming Tata Motors Electric Car: દેશની અગ્રણી ઓટોમેકર ટાટા મોટર્સે તેના આગામી મોડલનું નવું ટીઝર બહાર પાડ્યું છે, અહેવાલ મુજબ, ટાટા 6 એપ્રિલે ભારતમાં નવી કાર રજૂ કરવા માટે તૈયાર છે, પરંતુ હાલ માટે તેની પુષ્ટિ થઈ નથી. શું આ નવું મોડલ Tata Nexon EV હશે કે Tigor EV. ખેર, આ બધી અટકળો વચ્ચે, ચોક્કસ કહી શકાય કે આવનારું મોડલ ઇલેક્ટ્રિક હશે.

આપને જણાવી દઈએ કે, કંપની Tata Nexon EV એક્સટેન્ડેડ રેન્જ, Tata Altroz ​​EV અને Tata Punchનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ત્યારે 6 એપ્રિલે ટાટા કયું મોડલ લોન્ચ કરશે તે કહેવું થોડું મુશ્કેલ છે. આપને જણાવી દઈએ કે, Tata Nexonની વધુ રેન્જ વર્ઝન એપ્રિલમાં એટલે કે આ મહિને વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. નવું ટાટા પંચ અલ્ટ્રોઝ સાથે ALFA આર્કિટેક્ચર પણ શૅયર કરે છે, અને તેને પ્લેટફોર્મ ઇલેક્ટ્રિક વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યારે, આશા છે કે પંચનો ઇલેક્ટ્રિક અવતાર પણ 6 તારીખે રજૂ કરવામાં આવી શકે.

Advertisement

અહેવાલ મુજબ, ટાટાએ પહેલાથી જ પુષ્ટિ કરી છે કે તેના ભાવિ ઇલેક્ટ્રિક વાહનો Ziptron પાવરટ્રેન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. તેથી, કાર લિથિયમ-આયન બેટરી પેક સાથે આવશે જેમાં IP-67 પ્રમાણપત્ર અને 8-વર્ષની વોરંટી હશે. એ જ નવી Ziptron પાવરટ્રેન સાથે, કારની રેન્જ 250 કિમીથી વધુ હશે. એટલે કે, જો આ નવું મોડલ Tata Nexon EV હશે, તો તે વર્તમાન મોડલમાં 30.2 kWh યુનિટને બદલે 40 kWh બેટરી પેક સાથે આવશે. જેની રેન્જ 400 કિમીથી વધુ હશે.

Advertisement

संबंधित पोस्ट

RTOમાં ગેરરીતિ અટકાવવા એક મોટું પગલું

Shanti Shram

હવે ટીવી ખરીદવાની નથી કોઈ જરુરત, 300 રૂપિયામાં તમારો સ્માર્ટફોન બની જશે તમારું TV

Shanti Shram

Hero Passion XTEC લૉન્ચઃ હવે આમાં રિયલ ટાઈમ માઈલેજ જાણી શકાશે, તમે બાઇક પર જ ફોન ચાર્જ કરી શકશો; કિંમત 74590 રૂપિયાથી શરૂ થાય છે

Shanti Shram

સાવધાન! બાઇકમાં ઓછા ઈંધણના કારણે કપાયો મેમો, જાણો શું કહે છે નિયમ..

Shanti Shram

1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે કાર અંગેના નિયમો, જાણી લો નવા નિયમો

shantishramteam

જાણો Electric Car કે Bike ખરીદનાર ને સરકાર શુ રાહત આપશે?

Shanti Shram