



ચોમાસાના વાદળોને બદલે સૂર્યપ્રકાશ ખિલતા તાપમાન બે ડિગ્રી વધી ગયુ હવામાં ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે 51 ટકા નોંધાયું સિહોર શહેરમાં મહત્તમ તાપમાન વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું પવનની ઝડપ 34 કિલોમીટર થઈ ગઈ આજે ચોમાસાના વિધિવત આરંભનો દિવસ ગણાય છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં તો બે દિવસ વહેલું ચોમાસુ આરંભાયું છે પણ સિહોર શહેરમાં ચોમાસાના વાદળોને બદલે આજે બપોરે સૂર્યનારાયણ ખિલતા તાપમનમાં બે ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો નોંધાયો હતો. જ્યારે 34 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તો હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયું હતુ. સિહોર લોકો હવે ચાતક નજરે ચોમસાના આગમનની રાહમાં છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે ગરમી વધી હતી. ચોમાસાને બદલે આજે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પણ 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 52 ટકા અને આજે સવારે 72 ટકા હતુ.