Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil મોડાસાની મુલાકાતે, સર્કલ તેમજ 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને ખુલ્લો મુકશે

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે, અને મોડાસા માં શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું થશે. જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસનો કબજો છે ત્યારે ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડૂ પાડવાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી છે અને આ માટે તૈયારીઓ હાથ ધરી છે. આ માટે 15 જૂનથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મોડાસાની મુલાકાતે પહોંચવાના છે.મોડાસાના કોલેજ રોડથી સાંજે 5 કલાકેથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને 16 જૂનના રોજ વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈયાર કરાવમાં આવેલા નવીન સર્કલનું પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ લોકાર્પણ કરવાના છે.મોડાસા શહેરના મધ્યે બનાવવામાં આવેલા 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખુલ્લો મુકવાના છે.જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને મોડાસા તાલુકા અને શહેર ભાજપા ની બૂથ પ્રમુખો શક્તિકેન્દ્ર ઇન્ચાર્જો તાલુકા અને જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સભ્યોઅને મોડાસા તાલુકા મંડલ અને શહેર ના કાર્યકર્તા ની બેઠક યોજાઇ મોડાસા કમલ્મમાં યોજાઈ હતી.

અરવલ્લી જિલ્લાનો વન ડે વન ડિષ્ટ્રીક્ટ કાર્યક્રમ આગામી ૧૫.૦૬.૨૦૨૨ને બુધવારે સાંજના પાંચ વાગ્યે મોડાસામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં યોજનાર હોઇ તેના આયોજન માટે આ બેઠક યોજાઇ હતી.

Advertisement

સમગ્ર બેઠક નું સંચાલન કઉ જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ મણીભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ બેઠક માં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નો મોડાસા શહેર પ્રમુખ રણધિરભાઇ ચુડઘર દ્વારા આભાર માની બેઠકનું સમાપન કરાયું હતું…

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો મહત્વપૂર્ણ નિર્ણય

Shanti Shram

World War ના ભણકારા, Palestine અને ઇઝરાયેલ વચ્ચે ની જંગ થઇ રહી છે તેજ

shantishramteam

મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત:સમયસર કોર્સ પૂરા ન થતા દર્દીઓને હેરાનગતિ

shantishramteam

સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ કોમલ આચાર્ય નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં

Shanti Shram

મોડાસા ખાતે રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં “ગરીબ કલ્યાણ સંમેલન” યોજાયું

Shanti Shram

ઝવેરચંદ મેઘાણી,રાષ્ટ્રીય શાયર ની 125મી જન્મજયંતિ પર એક નજર કવિવરની જીવન ઝરમર પર

shantishramteam