Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૨૧ જૂન સુધી રેલ વ્યવહાર ને અસર થશે.

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 21 જૂન સુધી રેલ વ્યવહાર ને અસર થશે.જેમા સ્ટેશનો પર ઈન્ટરલોકિંગ ના કામ માટે અને રામપરડા યાર્ડના રિમોડલિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે.આથી2 ટ્રેન રદ,3ટ્રેનો આંશિક રીતે રદ,5 ટ્રેનોમાર્ગલેટ ચાલશે. રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ હેઠળ સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સ્ટેશનો પર ઈન્ટરલોકિંગ ના કામ માટે અને રામપરડા યાર્ડના રિમોડલિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે.જેના કારણે 14 જૂનથી લઈને 21 જૂન સુધી રેલ વ્યવહાર ને અસર થશે.

…રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યુ કે વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 15.6.2022 થી 20.06.2022 સુધી, જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 16.6.2022 થી 21.6.2022 સુધી રદ કરાઈ છે. જયારેઆંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમા ભાવનગર-ઓખા એક્સપ્રેસ 14.6.2022 થી 19.6.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓખા ભાવનગર એક્સપ્રેસ 15.6.2022 થી 20.6.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે….જ્યારે અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 15.6.2022 થી 20.6.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 15.6.2022 થી 20.6.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાત રીશેડ્યુલ કરેલ ટ્રેન ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 16.6.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય થી 2 કલાક અને 40 મિનટ મોડી ઉપડશે.અને માર્ગ માં લેટ થનારી ટ્રેનોમા બુધવારે હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગ માં 50 મિનિટ મોડી પડશે. ગુરુવારે હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગ માં 40 મિનિટ મોડી પડશે. શુક્રવારે હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ, જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 30 મિનિટ, ગોરખપુર-ઓખા 2 કલાક 40 મિનિટ અને મુંબઈ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30 મિનિટ મોડી પડશે. શનિવારે હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ 40 મિનિટ મોડી ઉપડશે.

Advertisement

संबंधित पोस्ट

વરસાદ ખેંચાતા પશુઓ માટેનો લીલો ઘાસચારો થયો મોંઘો વલભીપુર પંથકમાં માત્ર 10 મી.મી.વરસાદથી ખેડૂતોમાં નિરાશા હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો : પશુધનની માવજત કરવી મોંઘી થઇ વલભીપુર પંથકમાં

Shanti Shram

दैनिक राशिफल……31 जुलाई, 2020, शुक्रवार

Admin

અંબાજી ખાતે માતાજીના દર્શન કરતાં ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજા

Shanti Shram

દિપાવલી પર્વ અને નૂતનવર્ષની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

Shanti Shram

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

શું ફરીથી લાગૂ થશે લૉકડાઉન ? કેન્દ્રએ આ 10 રાજ્યોને પ્રતિબંધ પર વિચાર કરવા કહ્યું…

shantishramteam