Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
પાટણ

પાટણ જિલ્લાની ધોરણ 1 થી 12 ની 1092 શાળાઓ શરૂ , રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં બે ત્રણ દિવસ લાગશે

પાટણમાં પ્રથમ દિવસે શાળાઓમાં 30 ટકા હાજરી પાટણ જિલ્લાની ધોરણ 1 થી 12 ની 1092 શાળાઓ શરૂ , રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં બે ત્રણ દિવસ લાગશે . પાટણ જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો જિલ્લાની 896 પ્રાથમિક શાળાઓમાં 1. 50 લાખ વિદ્યાર્થીઓ અને 196 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 55000 બાળકોના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો . જેમાં પ્રથમ દિવસે શાળાઓમાં સરેરાશ 30 ટકા બાળકોની સંખ્યા આવતા પાંખી હાજરી જોવા મળી હતી . પ્રથમ દિવસે બાળકોને ઉષ્માભર્યું વાતાવરણ મળી રહે તે માટે મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું . કેટલીક શાળાઓમાં બાળકોને વિવિધ રમતો રમાડી ખિલખિલાટ રાખવામાં આવ્યા હતા . પાટણ શહેરમાં વહેલી સવારે વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રથમવાર શાળાએ આવતાં નાના ભૂલકાઓને વાલીઓ કાલાવાલા કરી હાથ પકડીને શાળાએ છોડવા આવ્યા હતા . જેમાં કેટલાક બાળકો હસતા રમતા શાળાએમાં આવતા હતા . ત્યારે કેટલાક બાળકો શાળાએ ના જવું હોય ચોધાર આંસુએ રડતાં રડતાં શાળામાં આવતા જોવા મળ્યા હતા . ધો . 6 થી 12 ના વિદ્યાર્થીઓ અલ્પ સંખ્યામાં શાળાઓમાં હાજર જોવા મળ્યા હતા

Advertisement

संबंधित पोस्ट

પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા બનાસકાંઠા માં

Shanti Shram

जब पहली बार किसी गेंदबाज ने पूरी टीम को किया ढेर, 64 साल के बाद भी है विश्व रिकॉर्ड

Admin

इंटरनेशनल क्रिकेट में सुरेश रैना के 15 साल पूरे, लेकिन पहले मैच को नहीं करना चाहेंगे याद

Admin

દિયોદર પાંજરાપોળના બે પાડાઓની ચોરી.. ગણતરીના કલાકોમાં પાડાઓને શોધી આરોપી પકડી પાડતી દિયોદર પોલીસ

Shanti Shram

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા નજીવા દરે ચોપડાનું વિતરણ કરાશે

Shanti Shram

પાટણ ના પિંઢારપુરા ગામે નારસંગાવીરનો ભક્તિસભર માહોલમાં પાટોત્સવ ઉજવાયો, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

Shanti Shram