Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
સ્વાસ્થ્ય

દાહોદમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઝાયડસ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

દાહોદમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાશે

 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઝાયડસ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
 દાહોદમાં આગામી તા. ૧૪ જૂને કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાશે.વિશ્વ રક્તદાતા દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષેની જેમ જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવશે. તેની શરૂઆત સને ૨૦૦૭ ના વર્ષથી કરવામાં આવી છે. તા. ૧૪ જુનના રોજ દાહોદ જિલ્લામાં પણ સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર માનવા માટે જિલ્લા વહિવટી તંત્ર, શ્રી એમ.એમ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને ભારતિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ વખતે ‘Donating Blood is an act of solidarity . join the efforts and save lives’ની થીમ ઉપર વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે રક્તદાતાઓને સંકલ્પ લેવાના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. આ દિવસને અનુલક્ષીને દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઝાયડસ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઝાયડસ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે.
Advertisement

संबंधित पोस्ट

પાલનપુર કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ

Shanti Shram

માત્ર 10 દિવસમાં દૂર કરો ઘુંટણ અને કોણીની કાળાશ, અજમાવી જુઓ આ ઉપાય

shantishramteam

તમે પણ આપ્યો છે તમારા બાળકને મોબાઈલ?? જો હા તો સમયસર ચેતી જજો..

shantishramteam

કોલેજ નથી જોઈ એવા બોગસિયા ડોક્ટરો કરતા હતા કોરોનાનો ઈલાજ,ભરૂચમાંથી 14 મુન્નાભાઈઓની ફૌજ ઝડપાઈ

shantishramteam

पूर्व कप्तान सौरव गांगुली के पहले कोच अशोक मुस्तफी का निधन

Admin

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજ દ્વારા વતનના ગામો માટેની વૈકલ્પિક વ્યવસ્થા

Shanti Shram