Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

વીજતંત્ર પ્રિ-મોનસુન માટે એક્શન મોડમાં : આગામી ચોમાસાને ધ્યાને રાખીને પીજીવીસીએલ દ્વારા જમ્પર, લુઝ વાયર, પોલ, ફેબ્રીકેશન, એંગલના સમારકામ સહિતની કામગીરી હાથ ધરી

આગામી દિવસોમાં મેઘરાજાના મંડાણ થઇ જશે. આ ચોમાસાના સમયમાં વીજપોલ અને વીજ વાયરના કારણે કોઇ દુર્ઘટના ન સર્જાય તેમજ વીજ પુરવઠામાં વિક્ષેપ ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર પીજીવીસીએલ કચેરી હેઠળ આવતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રિ-મોનસુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ર૦ જૂનથી વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તે પૂર્વે પીજીવીસીએલનું તંત્ર પ્રિ-મોનસુન માટે એકશન મોડમાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષીણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસા પૂર્વે નગરપાલિકા અને પીજીવીસીએલ તંત્ર પ્રિ-મોનસુનની કામગીરીમાં લાગી ગયું છે. આગામી દિવસોમાં વિધિવત રીતે ચોમાસાની ઋતુ શરૂ થઇ જશે ત્યારે ચોમાસાની ઋતુમા વીજ પુરવઠામાં કોઇ વિક્ષેપ ન પડે અને કોઇ અકસ્માતનો બનાવ ન બને તે માટે પોરબંદર પીજીવીસીએલ કચેરી હેઠળ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં વિવિધ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર પીજીવીસીએલ કચેરીએ આપેલી માહિતી મુજબ હાલ પ્રિ-મોનસુનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જંમ્પર રીપેરીંગ, લુઝ વાયર રીપેરીંગ, નમી ગયેલા પોલને સીધા કરવા, ફેબ્રીકેશન તેમજ વીજપોલ પરના એંગલ સરખા કરવા, વૃક્ષની ડાળીઓ કટીંગ તેમજ વીજપોલ નીચે સિમેન્ટ-કોંક્રીટ દ્વારા વીજપોલને મજબુતી પ્રદાન કરવા હાલ પીજીવીસીએલની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વીજપોલ પરના જે વાયરો લુઝ હોય તેમજ વીજપોલ નબળા હોય કે નમેલા હોય તેને તાત્કાલીક રીપેરીંગ કરવાની તેમજ જરૂર પડે ત્યાં નવા વીજપોલ ઉભા કરવાની પણ કામગીરી ચાલી રહી છે. કારણ કે ચોમાસની ઋતુમાં ભારે પવન સાથે વરસાદ પડતો હોય છે. ત્યારે વીજપુરવઠાને લઇને વિક્ષેપ ન પડે તે માટે પીજીવીસીએલની ટીમ ખડેપગે રહી કામગીરી કરી રહી છે. હાલ પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી હેઠળ કુલ ૮ થી ૧૦ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો છે એવો શ્રી મુખ્યમંત્રી રૂપાણીનો દાવો

shantishramteam

સરદારપુરા (રવેલ) દૂધ મંડળીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Shanti Shram

સુરત વિધાનસભા દ્વારા અલ્પકાલીન વિસ્તાર યોજના 2022  અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Shanti Shram

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના 3 લાભાર્થીને ઘરની ચાવી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 3 લાભાર્થીને રૂ. 10-10ના ચેક અપાયા

Shanti Shram

દીઓદર ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન

Shanti Shram

પાટણ જીલ્લાના જંગરાલ ગામના વતની બારોટ યુવાનનું યુક્રેનમાં ભોજન દાન

Shanti Shram