Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

અમરેલી જિલ્લામાથી અનેક છાત્રો તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. જો કે રશીયા યુક્રેન વચ્ચે યુધ્ધ થતા આ છાત્રો પરત ફર્યા હતા

અમરેલી જિલ્લામાથી અનેક છાત્રો તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. જો કે રશીયા યુક્રેન વચ્ચે યુધ્ધ થતા આ છાત્રો પરત ફર્યા હતા. હાલ યુધ્ધને 108 જેટલા દિવસો થવા આવ્યા છે. ત્યારે આ છાત્રોના અભ્યાસક્રમ માટે દેશમા જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવે તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજુઆત કરવામા આવી છે.

એબીવીપીના અમરેલી શહેર અધ્યક્ષ પ્રા.જે.એમ.તળાવીયા દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પત્ર પાઠવી કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે રશીયા યુક્રેન યુધ્ધને 108 જેટલા દિવસો થવા આવ્યા છે. શરૂઆતના દિવસોમા ઓપરેશન ગંગા હેઠળ દેશના તમામ છાત્રોને ભારત પરત લાવવા કેન્દ્ર સરકારે સફળ પ્રયત્નો કર્યા અને છાત્રો પરત દેશમા ફરી શકયા હતા.તબીબી છાત્રોના અભ્યાસક્રમ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો, યુક્રેન અભ્યાસ માટે ગયેલ છાત્રો પરત ફર્યા હતા

Advertisement

જો કે યુધ્ધ લંબાતા વિદ્યાર્થીઓને પોલેન્ડ તબદીલ થવા જણાવાયું છે. જયાં રહી અભ્યાસનો ખર્ચ ત્યાંના ચલણ પ્રમાણે ચારથી પાંચ ગણો વધી જાય છે. મોટાભાગના વાલીઓને આર્થિક રીતે પોસાય તેમ નથી. ત્યારે ભારતમા જ છાત્રોના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી.

Advertisement

संबंधित पोस्ट

શેઠ કે.બી. વિદ્યામંદિર, સરદારપુરાનું ધોરણ ૧૨નું પરિણામ

Shanti Shram

વધુ 33 સહિત કુલ 54 તબીબી શિક્ષકોની અન્ય કોલેજોમાં બદલી

Shanti Shram

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજનામાં જૂનાગઢ જિલ્લાની ૩૮ શાળાઓની કરવામાં આવી પસંદગી

Shanti Shram

દીઓદર ખાતે રાજ્યબેંક તથા બનાસબેંકનો તાલુકાના સેવા-દુધ મંડળીઓના મંત્રીઓનો સેમીનાર યોજાયો.

Shanti Shram

50 કોલેજોને દર વર્ષે તાળા લાગે છે, સરકારને કોઈ રસ નથી ટેકનિકલ કોલેજો ચાલુ રાખવામાં

shantishramteam

અમદાવાદ જિલ્લામાં માધ્યમિક-ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધ ફરમાવતું આ છે જાહેરનામું

Shanti Shram