



દેશમાં કોરોનાના 8,329 નવા કેસ સામે આવ્યા છે અને 10 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 4,216 લોકો રિકવર પણ થયા છે. સ્વસ્થ થનારાઓની કુલ સંખ્યા વધીને 4,26,48,308 થઇ ગઇ છે. રિકવરી રેટ 98.69% છે. આ સમયે એક્ટિવ કેસ 40,370 છે જેનો દર 0.09% છે.
ડેલી પોઝિટિવિટી રેટ 2.41%, વીકલી પોઝિટિવિટી રેટ 1.75% છે. બીજી તરફ શુક્રવારે 3,44,994 કોરોના ટેસ્ટ થયા છે. અત્યાર સુધી 85.45 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચુક્યા છે. દેશભરમાં વેક્સીનેશન કેમ્પેઇન ચાલુ છે. અત્યાર સુધી 194.92 કરોડ વેક્સીન ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે.
Advertisement
મહારાષ્ટ્રમાં ચાર મહિના પછી 3,081 કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં ચાર મહિનામાં કોવિડ-19ના સૌથી વધારે 3,081 નવા કેસ સામે આવ્યા છે પરંતુ કોઇ દર્દીનો જીવ ગયો નથી. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. વિભાગ અનુસાર એકલા રાજ્યના પાટનગર મુંબઇમાં 1,956 નવા કેસ સામે આવ્યા છે.
Advertisement
દેશના પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિતના 655 દર્દી મળ્યા છે અને 2 સંક્રમિતોના મોતની પૃષ્ટી થઇ છે. સંક્રમણ દર 3.11 ટકા રહ્યો છે. દિલ્હીમાં સતત બીજા દિવસે 600થી વધારે નવા કેસ મળ્યા છે અને સંક્રમણ દર ત્રણ ટકાથી વધુનો રહ્યો છે.
Advertisement