



પયગંબર મોહમ્મદ પર આપત્તિજનક ટિપ્પણી કરવા પર BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નૂપુર શર્માને પાકિસ્તાનના એક પત્રકારનું સમર્થન મળ્યું છે. આ પહેલા નેધરલેન્ડના સાંસદ અને પાકિસ્તાની મૂળના લેખક તાહિર ફતેહે પણ નૂપુરના પક્ષમાં નિવેદન આપ્યું હતું. પાકિસ્તાની મૂળના પત્રકાર તહા સિદ્દીકીએ નૂપુરના સમર્થનમાં ટ્વીટ કર્યું. તહાએ લખ્યું, નૂપુર શર્મા અને BJP પર હુમલો કરવાને બદલે હદીસની પુષ્ટિ શા માટે નથી કરતા. મુસ્લિમ નેતાઓએ તેના માટે આગળ આવવુ જોઈએ અને જો તે ખોટું હોય તો તેને તાત્કાલિક બુખારીમાંથી હટાવી દેવું જોઈએ. જેને કારણે કોઈપણ મજાક નહીં બનાવી શકશે. તહા સિદ્દીકી મૂળ પાકિસ્તાની પત્રકાર છે અને હાલ પેરિસમાં રહે છે. તે ઈન્સ્ટીટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કરાચીનો પૂર્વ વિદ્યાર્થી અને આલ્બર્ટ લોંડ્રેસ પુરસ્કાર વિજેતા છે. તહા ન્યૂયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, અલઝઝીરા અને ફ્રાન્સ-24 જેવા મીડિયા હાઉસ માટે લખે છે. આ અગાઉ નેધરલેન્ડના સાંસદ ગિર્ટ વિલ્ડર્સે કહ્યું હતું કે, આ ખૂબ જ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઈસ્લામિક દેશ ભારતીય નેતા નૂપુર શર્માના પયગંબર વિશે સત્ય જણાવવા પર ભડકી ગયા છે. ભારત શા માટે માફી માંગે? તેમણે ટ્વીટ કર્યું, તુષ્ટિકરણ ક્યારેય કામ નથી કરતું. તે બાબતોને વધુ ખરાબ કરી દે છે. આથી, ભારતના માર