Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

ગણવેશ,બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે જે જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યુ

રાજ્યની બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહિથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઇઓ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે.

Advertisement

શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. ૨૫ હજાર દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યુ કે, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપની પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. અગાઉ કરવામાં આવેલી જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય તે માટેની તકેદારી રાખી, તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને અંગત રસ લઈ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા આદેશો આપી દેવામાં આવ્યા છે.
Advertisement

संबंधित पोस्ट

સુરતમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો

Shanti Shram

જીટીયુ અમદાવાદ અને એલએન્ડટી એજ્યુ. ટેકના સંયુક્ત ઉપક્રમે એકેડેમીયા-ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ

Shanti Shram

જૂનાગઢની બહાઉદીન આર્ટસ કોલેજમાં 360 જગ્યા સામે આવી 1300 વિદ્યાર્થીની અરજી

Shanti Shram

શિક્ષણ પ્રધાનનો મોટો નિર્ણય, 7 વર્ષથી વધારીને આજીવન કરવામાં આવી TET સર્ટિેફિકેટની મર્યાદા

shantishramteam

અમદાવાદમાં મંત્રી કુબેર ડીંડોરે કહ્યું, બે વર્ષ સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર-૧ પર, સ્ટાર્ટઅપ માટે બનશે નવું બિલ્ડીંગ

Shanti Shram

અબડાસાની ખેડૂત પુત્રી ઇઝરાયલમાંથી ખેતીનો કોર્સ કરી કચ્છને બનાવશે હરિયાળું

Shanti Shram