Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય

ગૂગલને કારણે રાજનેતાએ છોડવુ પડ્યુ રાજકારણ, 4 કરોડનું વળતર ચુકવવુ પડશે

આપત્તિજનક વીડિયોને લઇને અવાર નવાર ગૂગલને યૂઝર્સ પર દંડ ફટકારતા સાંભળવામાં આવ્યા છે પરંતુ એક વિવાદિત વીડિયો હટાવવામાં નિષ્ફળ રહેવા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ગૂગલ પર જ 4 કરોડનો દંડ ફટકાર્યો છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યુ કે યૂ-ટ્યુબ પર માનહાનિકારક વીડિયોને ડિલેટ ના કરવા પર પૂર્વ સાંસદને સમય પહેલા રાજનીતિ છોડવી પડી. જેની માટે Google પૂર્વ સાંસદને 715,000 ઓસ્ટ્રેલિયન ડૉલરનું વળતર આપશે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 3 કરોડ 99 લાખ 95 હજાર 183 રૂપિયા છે.

કંટેન્ટ-શેયરિંગ વેબસાઇટ You Tubeના માલિક અલ્ફાબેટ ઇંક (Googl.o)એ ન્યૂ સાઉથ વેલ્સના તત્કાલીન ડેપ્યુટી પ્રીમિયર પર હુમલો કરનારા બે વીડિયો પ્રસારિત કરીને પૈસા કમાયા હતા. વર્ષ 2020ના અંતમાં પોસ્ટ કરવામાં આવ્યા બાદથી ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં તેને લગભગ 800,000 વખત જોવામાં આવ્યો હતો.

Advertisement

જજ સ્ટીવ રેયર્સે કહ્યુ કે રાજનીતિક કોમેન્ટેટર જોર્ડન શેક્સના વીડિયોએ જોન બારિલારોની ગરીમા પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે કોઇ પુરાવા વગર ભ્રષ્ટ ગણાવી દીધા હતા. જાતિય ટિપ્પણી કરવામાં આવી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.

જજે આગળ કહ્યુ કે ગૂગલ અને મિસટ્ર શેક્સના કેમ્પેઇનથી જોન બારિલારોએ ઓક્ટોબર 2021માં રાજનીતિ છોડી દીધી હતી. આ કેસમાં ગૂગલનો વ્યવહાર ખોટો અને અનુચિત રહ્યો હતો જેને કારણે તેની પર દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

संबंधित पोस्ट

રાજકોટમાં ‘શ્વાસ’ ખરીદવાની લાગી લાઈન

shantishramteam

જો બાઈડનની જાહેરાત અમેરિકામાં બધાને ફ્રીમાં આપવામાં આવશે વેક્સીનનો બૂસ્ટર ડોઝ…

shantishramteam

પાકિસ્તાન આ ભારતીયને આતંકવાદી જાહેર કરવા માગતું હતું, આ 5 દેશોએ તેમની યોજના તોડી પાડી

Shanti Shram

Whatsapp લાવી રહ્યું છે નવું ફીચર, એક સાથે ચાર ડિવાઇસમાં ચલાવી શકશો એકાઉન્ટ

shantishramteam

સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પર ક્યુબાએ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડ્યો, બંને દેશો વચ્ચે FOC વાટાઘાટો

Shanti Shram

ટોક્યોમાં જબરદસ્ત આતશબાજી સાથે પેરાલિમ્પિકની શાનદાર રીતે શરુઆત થઈ, જુઓ Photos…

shantishramteam