Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

જલ્દી કરો/ સોનુ ખરીદવાનું હોય તો ઉતાવળ રાખજો, 5400 રૂપિયા થયું છે સસ્તું

સોના ચાંદીના ભાવમાં રોજબરોજ વધારો-ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં આજે પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે.  આજે સોનું 58 રૂપિયે સસ્તુ જ્યારે ચાંદીમાં 601 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.  આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 50,793 રૂપિયા થયો. જ્યારે એક કિલો ચાંદી 61 હજાર 203 રૂપિયા નોંધાયા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 50,793 રૂપિયામાં અને એક કિલો ચાંદી 60,914 રૂપિયામાં વેચાઈ રહી છે.

જાણો શું છે આજે સોનાના ભાવ

Advertisement

દિલ્હી બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનાની કિંમત 58 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 50,793 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 50,851 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આજે કેટલા પર પહોંચી ચાંદી?

Advertisement

દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ 601 રૂપિયાના ઘટાડા બાદ 60,914 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 61,515 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોનું સર્વોચ્ચ સપાટીથી લગભગ 5,400 રૂપિયા સસ્તું

Advertisement

સોનું હજુ પણ સર્વોચ્ચ સપાટીથી લગભગ 5,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ 2020માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. તે સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.

Advertisement

संबंधित पोस्ट

મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ મોંઘવારીનો માર, PMI ઇન્ડેક્સ જૂનમાં ઘટીને 53.9 ના સ્તરે

Shanti Shram

સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ.

Shanti Shram

‘ટાટા ગ્રુપ’ જાન્યુઆરીમાં હસ્તગત કરી, હવે સરકારને ત્રણ મહિનામાં આટલી મળી ફરિયાદો

Shanti Shram

મિશેલે બે અધિકારીઓ માટે 92 લાખની એર ટિકિટ ખરીદી હતી

Shanti Shram

राशिफल 24 जुलाई: इन 5 राशिवालों के आज पूरे होंगे अटके काम, सुधरेगी आर्थिक स्थिति

Admin

પાટણ જીલ્લાના જંગરાલ ગામના વતની બારોટ યુવાનનું યુક્રેનમાં ભોજન દાન

Shanti Shram