Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

રાજુલા પંથકના છેવાડાના અનેક ગામડા એવા છે જ્યાં એસ.ટી.બસની સુવિધા હજુ પણ નથી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકના છેવાડાના અનેક ગામડા એવા છે જ્યાં એસ.ટી.બસની સુવિધા હજુ પણ નથી. વર્ષો પહેલા ગામડામાં રોડ રસ્તાની સુવિધાઓ ન હોવાને કારણે એસટી.વિભાગ દ્વારા એસ.ટી.બસ ન જતી જ્યારે હાલમાં રોડ રસ્તાની સુવિધાઓ ગામડામા છે પરંતુ એસ.ટી.બસની સુવિધા ગામડામાઓમાં હજુ પણ નથી શરૂ થઈ. જેના કારણે ગામમાં ફરી બસ શરૂ કરવાની માગ કરી છે.

દિવસ દરમિયાન ત્રણ વખત સુવિધા આપવા માગ
રાજુલા તાલુકાના જૂની માંડરડી ગામના અગ્રણી અને APMC ડાયરેકટર રમેશભાઈ વસોયાએ રાજુલા એસ.ટી.ડેપોને પત્ર લખી રજુઆત કરી છે. આ ગામ 3500 જેટલા લોકોની વસ્તી ધરાવતું ગામ છે. અહીં રોડ રસ્તાની સુવિધા છે અહીં કોઈ ખાનગી વાહનોની પણ વ્યવસ્થા નથી જેના કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહ્યા છે. આ ગામના વિધાર્થીઓ ખેડૂતો મજૂરો હીરાના રત્નકલાકરો સહિત લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે એસ.ટી.વિભાગ સવાર-બપોર-સાંજ દિવસ દરમ્યાન 3 વખત આ ગામને એસ.ટી.બસની સુવિધા મળે તેવી માંગ કરી છે.

Advertisement

આ ગામોમાં હજી નથી આવતી એસટી બસ
​​​​​​​
રાજુલા જાફરાબાદ પંથકના છેવાડા અને દરિયાઈ કાંઠે અનેક ગામડામાં આજદિન સુધી એસ.ટી.બસ સુવિધા નથી જાપોદર,માંડરડી,ખાખબાઈ,ચાંચ બંદર,ખેરા, વડ,ભચાદર, ઉંચેયા,ધારાનાનેસ,જેવા અનેક ગામડાઓ આવેલ છે. એસ.ટી.વિભાગની બસ નથી આવતી જેના કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

શેઠ કે.બી. વિદ્યામંદિર, સરદારપુરાનું ધોરણ ૧૨નું પરિણામ

Shanti Shram

કોરોનાના કહેર ને કારણે ગુજરાત એસ.ટી નિગમના 800 કર્મચારીઓ સંક્રમિત થયા, કરી વળતરની માંગ

shantishramteam

પદ્મ એવોર્ડ માટે નામ નોમિનેટ કરવા પીએમ મોદીની અપીલ

Shanti Shram

નડિયાદમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ   કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાશે

Shanti Shram

રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજિત રામ કથામાં પૂજ્ય ભુપેન્દ્ર ભાઈ પંડ્યાની અમૃતવાણી, હાસ્ય કલાકાર સાંઇરામ દવેની પણ હાજરી

Shanti Shram

દલવાડાના લેખક શ્રી પ્રેમજીભાઇ ચૌહાણના પુસ્તકનું પાલનપુર મુકામે જિ. પંચાયત સદસ્યશ્રી અશ્વિન સક્સેનાના હસ્તે વિમોચન કરાયું

Shanti Shram