Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

પાટણ ગુંગડી પાટી સેવા સહ મંડળીની ચૂંટણીમાં હવે 11 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં

પાટણ ગુંગડી પાટી સેવા સહ મંડળીની ચૂંટણીમાં હવે 11 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં પાટણની ગુંગડીપાટી સેવા સહકારી મંડળીની આગામી તા . 14 મી જૂને યોજાનારી ચૂંટણીઓમાં 13 બેઠકો પૈકી 11 બેઠકો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે . આ મંડળીની ચૂંટણી બિનહરિફ કરાવવાનાં પ્રયત્નો છતાં પણ તે શક્ય બન્યું નહોતું . હવે તેની ચૂંટણી અને મતદાન કરવું પડશે . આ મંડળીની ચૂંટણીમાં 11 બેઠકો માટે 22 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં રહ્યા છે . જેની બે પેનલો થવાની શક્યતા છે . આ મંડળીની બે મહિલા ઉમેદવારીની અનામત બેઠક પરનાં ઉમેદવારોનાં ઉમેદવારી પત્રો ભરાઇને આવ્યા હતા . પરંતુ તે ચકાસણીમાં રદ થતાં આ બે સ્ત્રી અનામત બેઠકો પર હાલ કોઇ ઉમેદવાર ન હોવાથી 13 માંથી 11 બેઠકની જ ચૂંટણી થશે . એક મહિલા ઉમેદવારે સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યુ છે . એમ ચૂંટણી અધિકારી મુકેશભાઇ બી . પટેલે જણાવ્યું હતું . મહિલા અનામત બેઠક માટે ત્રણ ફોર્મ આવ્યા હતા . હવે 11 બેઠકો માટે તા . 14 મીએ રસાકસી ભરી ચૂંટણી યોજાશે . આ માટે સંભવિત પેનલો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે . જોકે , ચૂંટણીનું સ્થળ બદલીને પાટણની કડવા પાટીદાર વાડી ખાતે કરવામાં આવ્યું છે

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી બનાસ બેંક ની શુભેચ્છા મુલાકાતે

Shanti Shram

૩૫ ગુજરાત એન.સી.સી બટાલિયન પાલનપુરના કેડેટ્સ દ્વારા આપણા દેશના વીર સપૂત સૈનિકોને આભાર સંદેશ

Shanti Shram

જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર

Shanti Shram

કેવલ જોષિયારા સાથે એક્સક્લુઝિવ વાત, કેસરિયો ખેસ ધારણ કરશે

Shanti Shram

સીએમ શિંદે સામે મરાઠા, ઓબીસી આરક્ષણથી લઈને આર્થિક સ્થિતિને સંભાળવા સુધીના પડકારો

Shanti Shram

તક્ષશિલા અગ્નિકાંડ બાદ, Surat નવા 13 ફાયર સ્ટેશન ઉભા કરાશે

shantishramteam