Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત જિલ્લામાં રૂ. ૮૬ કરોડના ખર્ચે સાકાર થનાર ‘માંડવી ગ્રૂપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના’નું ખુડવેલથી ઈ-ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા.૧૦ મી જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ત્યારે આ ગૌરવભરી ક્ષણે વડાપ્રધાન સુરત જિલ્લાની રૂ. ૮૬ કરોડના ખર્ચે સાકાર થનાર માંડવી ગ્રૂપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજનાનું ઈ-ખાતમુહૂર્ત કરશે. આ યોજના થકી માંડવી અને બારડોલી તાલુકાના ૪૪ ગામોના ૩૨૧ ફળિયાઓની અંદાજિત ૭૨૦૦૦ વસ્તીને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે. આ યોજનાના સમાવિષ્ટ ગામોમાં ઉનાળાના સમયગાળામાં પડતી પીવાના પાણીની તંગીનું નિવારણ થશે, તેમજ ભુગર્ભ જળની ગુણવત્તા પણ સુધરશે, તથા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે પૂરતો અને સલામત પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ બનશે. – ક્યા કયા ગામોને મળશે આ યોજનાનો લાભ? માંડવી તાલુકાના વાંકલા, જાખલા, વરજાખણ, તરસાડા, બરગમ, રતનીયા, રાજવડ, મોટી ચેર નાની ચેર, જામનકુવાબાર અને સદાદી ગામને લાભ મળશે. બારડોલી તાલુકાના બાલ્દા, રજવાડ, વાઘેચા, કડોદ, ભામૈયા, ઉછરેલ, હરિપુરા, કડોદ, મસાડ, મિયાવાડી, નાસુરા, વઢવાણીયા, સિંગોદ, બામણી, સમથાણ, કંટાલી, ઓરગામ, જુનવાણી, વાંસકુઇ, ભેંસુદલા, નાની ભાટલાવ, મઢી, સુરાલી, ઉતારા, વધાવા, માણેકપોર, ઉવા, કરચકા, હિંડોલિયા, કિકવાડ, મોટી ભટલાવ, સેજવાડ, અલ્લુ, વાંકાનેર, પારડી વાલોડ ગામોને લાભ મળશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખુડવેલથી દક્ષિણ ગુજરાતના ૫ જિલ્લાના સામૂહિક રીતે અંદાજીત રૂ.૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજીત રૂ.૨૧૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરશે.

Advertisement

संबंधित पोस्ट

ઉમરા જૈન સંઘ,સુરત મધ્યે ર૦ સંયમીઓની વડી દીક્ષાનો ભવ્ય હેમપથ મહાવ્રતોત્સવ

Shanti Shram

Exclusive : ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રીનશોર્ટ વાયરલ,પ્રતિક્રિયા આપતા કહ્યું કોઈ ગોડફાધર નથી

Shanti Shram

જાણો ચોમાસા પહેલાં અમદાવાદનો કયોવિસ્તાર બોટમાં ફેરવાયો, પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી

shantishramteam

મહેસાણાના આ મંદિરે લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા, ગામનો ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં

Shanti Shram

અમદાવાદ મધ્યે પરમ પૂ. આચાર્યશ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉવસગ્ગહરં મહાપૂજન યોજાયું

Shanti Shram

ગૌરવ: “એવોર્ડ ઓફ એકસલન્સ’’ મેળવનાર રાજકોટ દેશનો સૌપ્રથમ જિલ્લો બન્યો, એવોર્ડ સ્વીકારતા રાજકોટ ના કલેકટર અરૂણ મહેશ બાબુ

Shanti Shram