Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું

જૂનાગઢના ગિરનાર ની ગોદમાં 151 બ્રહ્મ વડીલો અને પાંચ સ્વતંત્ર સેનાનીઓનું સન્માન

જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો ગરવા ગિરનારની તપોભૂમિમાં આ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં ૫૦૦થી વધુ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા ભારત આઝાદી અને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 75 વર્ષ કે તેની ઉપરની ઉંમરના 151 જેટલા બ્રહ્મ વડીલોના સાલ અને પુષ્પ ગુરછ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે આઝાદીની લડાઇમાં ભાગ લેનાર પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે વિશિષ્ટ સેવા બદલ મેડલ મેળવનાર જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પીએસઆઇ ચુડાસમાનું બ્રહ્મસમાજે સન્માન કર્યું હતું કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન આચાર્ય મહિલા અગ્રણી જહાનવી બેન ઉપાધ્યાય શહેર પ્રમુખ સહિતનાઓ નું સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રમુખ છેલભાઈ જોશી જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે ડી પંડ્યા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પત્રકારત્વ ક્ષેત્રે કામ કરતા પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

Advertisement

संबंधित पोस्ट

હોસ્પિટલના 200 કર્મચારીઓ પગાર ન આપતા હોવાનો કર્યો ખુલાસો

shantishramteam

વિજય રૂપાણીની જાહેરાત:પેરા-સ્પોર્ટ્સમાં મેડલ જીતનાર દિવ્યાંગ રમતવીરોને મળશે સરકારી નોકરી

shantishramteam

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે

Shanti Shram

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ને અનુપ મંડળ ની સનાતન ધર્મ વિરુદ્ધ ની પ્રવૃત્તિ માટે આવેદનપત્ર અપાયું.

Shanti Shram

દીઓદર ના નવનિવૉચીત સરપંચ ગીરીરાજ સિંહ વાઘેલાનું દિયોદર વિધાનસભા ના વિવિધ ગામોમાં સ્વાગત- સન્માન યોજાયું.

Shanti Shram

બનાસકાંઠાના મહિલા અગ્રણી ભીખીબેન વોરાનો જવલંત વિજય

Shanti Shram