Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું

મોરબીના યુવા લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાને pen એવૉર્ડ 2022 દ્વારા સન્માનિત કરાયા

અમદાવાદના નાના ચિલોડા એસ.બી.ફાર્મ મુકામે સમસ્ત ગુજરાત ભરના પ્રજાપતી સમાજના નામાંકિત કલાકારોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોરબીના ગૌરવસમા યુવા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાની સાહિત્યક્ષેત્રે વિશેષ્ટ સિદ્ધિઓ બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે અશ્વિનભાઇ ગુજરાત રાજ્યના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા યોજાયેલ યુવા ઉત્સવ 2014-15 માં સાહિત્ય વિભાગની દુહા છન્દ ચોપાઈ માં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલા છે તેઓની અનેક સાહિત્યની સિદ્ધિઓ બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે પણ સન્માનિત થયેલા છે.

Advertisement

આ સાથે અનેક સંસ્થાઓ દ્વારા તેઓ બહુમાન મેળવી ચુક્યા છે અને રાજ્ય સરકાર દ્વાર યોજાતી વિવિધ કલા સાહિત્ય વિભાગની સ્પર્ધાઓમાં છેલ્લા પાંચ વર્ષથી તાલુકા જીલ્લા અને પ્રદેશકક્ષા ની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવાઓ પણ આપી રહ્યા છે. અને સાહિત્યકાર તરીકે તેઓ લોકડાયરાઓમાં પણ સમાજને પ્રેરણાત્મક વાતો બેટી બચાઓ બેટી પઢાઓ વ્યસનમૂકતી તેમજ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો આપી રહ્યા છે. સરળ અને મિલનસાર સ્વભાવના કારણે તેઓ બોહળો ચાહક વર્ગ ધરાવે છે. તેમને આ એવૉર્ડ મળતા તેમના ચાહક વર્ગમાં ખુશી અને આનંદ પ્રસરી ગયો છે અને તેઓને ચોતરફથી લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

રાજકોટ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ મહિલા દિનની ઉજવણી સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવનું સમાપન થયું

Shanti Shram

ધાકડી તીર્થ મધ્યે ધ્વજારોહણ યોજાયું.

Shanti Shram

સિહોર શહેરમાં હમણાંથી રસ્તે રઝળતા ઢોરનો આતંક વધ્યો છે.અનેક વિસ્તારો ઢોરવાડામાં ફેરવાયા હોય એમજ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. આથી છાસવારે આખલા યુદ્ધથી લોકો ભયભીત બની ગયા છે.

Shanti Shram

વડોદરા શહેરમાં આવતીકાલે રણમુકતેશ્વર રોડ ઉપરથી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા 37 બસ મારફતે શ્રવણ તીર્થ યાત્રા બસો નો શુભારંભ કરવામાં આવશે

Shanti Shram

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત જિલ્લામાં રૂ. ૮૬ કરોડના ખર્ચે સાકાર થનાર ‘માંડવી ગ્રૂપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના’નું ખુડવેલથી ઈ-ખાતમુહૂર્ત કરશે

Shanti Shram

ચક્રવાત તાઉ -તે થી અસરગ્રસ્ત થયેલા માછીમારો માટે જાણો કેટલા કરોડનુ રાહત પેકેજ કરાયું જાહેર

shantishramteam