Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રોજગારી

દાહોદ જિલ્લામાં ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટેનું સઘન આયોજન કરાયું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન મુજબ દાહોદ જિલ્લામાં ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જેમા ખેતીવાડી, બાગાયત, પશુપાલન, કેવીકે અને આત્મા યોજના હેઠળ ફરજ બજાવતા તમામ અધિકારીશ્રીઓને કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટે કરવાની થતી કામગીરી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને વેચાણ વ્યવસ્થા, સારા ભાવ મળી રહે તે માટે ખાસ પ્રયત્નો કરવા, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહન અને રાસાયાણીક ખેતી કરતા ખેડુતો કરતા વધુ ભાવ મળે તે હેતુથી વેચાણ વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરાયું હતું.

બેઠકમાં ઉપસ્થિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોનુ સન્માન કરવામા આવ્યું હતું. તેમજ હવેથી મહિનાના પ્રથમ શનિવારે પ્રાકૃતિક ખેતીની બેઠક યોજી કામગીરીમાં વેગ આપવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પણ ઉપસ્થિત રાખવા જણાવાયું હતું.

संबंधित पोस्ट

શાંતિશ્રમ સમાચાર તાઃ ૩૦-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

અમદાવાદ માં દર વર્ષ કરતા આ વખતે રથયાત્રા અલગ રહેશે ,ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે

ShantishramTeamA

અમદાવાદના પરિવારને બર્થડે પાર્ટી કરવી પડી ભારે, 22 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ, ચેપ લાગવાનું કારણ જાણીને ચોંકી જશો

Shanti Shram

રાધનપુર તાલુકા ના નવા પોરાના ગામ ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો

Shanti Shram

दैनिक राशिफल……31 जुलाई, 2020, शुक्रवार

ShantishramTeamA

બનાસડેરી ચેરમેન-વાઇસ ચેરમેન ચૂંટણી- શંકરભાઈ ચૌધરી બિનહરીફ

Shanti Shram